Friday, 29/03/2024
Dark Mode

દે.બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી રૂપિયા 305 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ..

October 4, 2021
        1615
દે.બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી રૂપિયા 305 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ..

રાહુલ મહેતા :- દે. બારીયા 

દે.બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી રૂપિયા 305 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ

 

નવા મકાનની ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવતા રૂપિયાની માગણી

ટોલ ફ્રી નંબર ઉપર એસીબીને જાણ કરતા છટકું ગોઠવાયું
500 રૂપિયાની લાંચની માગણી કરતા 305રૂપિયા લાંચ પેટે સ્વીકાર તા રંગે હાથ ઝડપાયો

દેવગઢ બારિયા તાલુકાના તલાટી કમ મંત્રી ના પ્રમુખ લાંચ લેતા રંગે હાથ ઝડપાતા અન્ય કર્મીઓમાં ફફડાટ.

દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી રૂપિયા ૩૦૫ની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા તલાટી આલમમાં ફફડાટ

દે. બારીયા તા.04

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકાનાં પિપલોદ ગામે રહેતા એક જાગૃત નાગરિકે નવું મકાન બનાવી તેની નોંધણી પીપલોદ ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ પટેલ પાસે નોંધણી કરાવવા જતા ત્યારે આ તલાટી-કમ-મંત્રી એ જાગૃત નાગરિક પાસે મકાન નો વેરો વસૂલી લઇ તેની પાવતી આપવાના બદલામાં તલાટી-કમ-મંત્રી આર.વિ. પટેલે રૂપિયા 500ની લાંચની માંગણી કરેલ ત્યારે અરજદાર તલાટીને લાંચ આપવા માંગતા ન હોય જેથી આ જાગૃત નાગરિક દ્વારા એ સી બી ની વડી કચેરીના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી પંચમહાલ એ સી બી ગોધરા ખાતે ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે પંચમહાલ એસીબી દ્વારા આજ રોજ લાંચનું છટકું ગોઠવી જાગૃત નાગરિક દ્વારા લાંચની રકમ આપતા રૂપિયા 305 લેતાં રંગે હાથ ઝડપાઇ ગયેલ જે બનાવની જાણ વાયુવેગે પ્રસરતા અન્ય તલાટી ઓ સહિત સરકારી કર્મીઓ મા ફફડાટ ફેલાઈ જવા પામેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!