Saturday, 20/04/2024
Dark Mode

સરકારી કચેરીઓ પણ અસુરક્ષિત…દે.બારીયા જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી સરકારી કચેરીમાંથી તસ્કરો પંખા ચોરી ગયા 

August 22, 2021
        1667
સરકારી કચેરીઓ પણ અસુરક્ષિત…દે.બારીયા જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી સરકારી કચેરીમાંથી તસ્કરો પંખા ચોરી ગયા 

રાહુલ મેહતા :- દે.બારીયા

સરકારી કચેરીઓ પણ અસુરક્ષિત…દેવગઢ બારીયા જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી સરકારી કચેરીમાંથી તસ્કરો પંખા ચોરી ગયા 

બારીયા તા.22

દે.બારિયા તાલુકાના જૂની કોર્ટ કચેરી કમ્પાઉન્ડમાં આવેલી કાનૂની માપ વિજ્ઞાન ની કચેરીમાં રાખેલા અજાણ્યા તસ્કરોએ કચેરીના પંખા વિગેરે મળી કુલ 6,000 રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ભાગી ગયાનું જાણવા મળે છે.

વધુ મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારીયા જુની કોર્ટ કચેરી કમ્પાઉન્ડમાં આવેલી જુનીયર નિરીક્ષક કાનુની માપ વિજ્ઞાનની કચેરીના સબરજીસ્ટ્રારના રેકર્ડ રૂમમાં રાત્રે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ રેકોર્ડ રૂમની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી વર્કીગ સ્ટાન્ડર્ડ બેલેન્સ કેપેસીટી બે ગ્રામ તથા વકીંગ સ્ટાન્ડર્ડ વજન પેટી સાથે કેપીસીટી ૨૦ કે.જી નંગ -૧ તથા વર્કીગ સ્ટાન્ડર્ડ વજન ૧૦ કે.જી.થી ૧૦ મિ.ગ્રા તથા નાની પેટી કુલ નંગ -૨૯ તથા વર્કીગ સ્ટાન્ડર્ડ લેન્ગથ મેજર્સ પેટી આઇ ગ્લાસ સાથે નંગ -૧ તથા વર્કીગ સ્ટાન્ડર્ડ કેપેસીટી મેજર્સ ૨૦ % થી ૧૦ લીટર સુધી નંગ -૯ જે તા .૩૦ / ૧૧ / ૨૦૦૦ થી અમોને ઇસ્યુ થયેલ હતો.જે ડેડસ્ટોક રજિસ્ટર નં , ૭ થી અનુ . નં .૧૧ ઉપર નોંધ થયેલ છે અને જેની ડેડસ્ટોક રજીસ્ટર મુજબ કિંમત રૂ 1900 તથા ટેસ્ટીંગ વજનસેટ ૫૦ ગ્રામથી ૨૦ કિ.ગ્રા સુધીના કુલ નંગ -૯ જેની આશરે કિ.રૂ .૨૦૦૦ તથા સબરજીસ્ટ્રારના રેકર્ડ રૂમમાંથી બે સીલીંગ પંખા જે બંધ હાલતમાં હતા તે જે બંન્ને પંખાની આશરે કિ.રૂ .૪૦૦ મળી કુલ કિ.રૂ .૬૦૦૦ ના મુદ્દામાલ પર હાથફેરો કરી ભાગી ગયા હતા

 ઉપરોકત બનાવ સંદર્ભે દીક્ષિત કનુભાઈ પટેલે અજાણ્યા તસ્કરો વિરોધ ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!