Wednesday, 17/08/2022
Dark Mode

દે.બારિયા તાલુકાની ૧૨ વર્ષીય સગીરાને પત્ની બનાવવાના ઈરાદે પટાવી ફોસલાવી ઉપાડી જઈ તેની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી તરછોડી..

August 21, 2021
        4631
દે.બારિયા તાલુકાની ૧૨ વર્ષીય સગીરાને પત્ની બનાવવાના ઈરાદે પટાવી ફોસલાવી ઉપાડી જઈ તેની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી તરછોડી..

રાહુલ મેહતા :- દે. બારીયા

દે.બારિયા તાલુકાના એક ગામની ૧૨ વર્ષીય સગીરાને પત્ની બનાવાના ઈરાદે પટાવી ફોસલાવી ઉપાડી જઈ તેની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કરી તેને તરછોડી દેતા ગુન્હો નોંધાયો

 સામસ્તા માઇક્રો ફાઇનાન્સ લિમીટેડ ના લોન હપ્તા ઉઘરાવનાર યુવાને ૧૨ વર્ષીય સગીરાને પટાવી-ફોસલાવી ઉપાડી ગયો

સીંગવડ તાલુકાના મેથાણ ગામ નો યુવકે પત્ની બનાવવાની લોભ લાલચ આપી મરજી વિરુદ્ધ બળાત્કાર કરી સગીરાને તર છોડી દીધી.

જુનાગઢ જય બે-ત્રણ દિવસમાં તને લેવા આવું છું તેમ કહી યુવક સગીરાને તેના મિત્રને ઘરે મૂકી ફરાર

 સગીરા જુનાગઢ સુધી યુવકની પાછળ તેને શોધવા માટે જઇ પરત આવી.

યુવકે ધમકી આપી સગીરાને તેના મિત્રો સાથે તુફાન ગાડીમાં સગીરાને દેવગઢબારિયા મૂકી તેના મિત્રો પણ ફરાર

દે.બારીયા તા.21

દેવગઢ બારિયા તાલુકાની એક બાર વર્ષીય સગીરાને ફાઇનાન્સ કંપનીના લોનના હપ્તા ઉઘરાવનાર સીંગવડ તાલુકાના મેથાણ ગામના યુવકે મરજી વિરુદ્ધ બળજબરીથી બળાત્કાર કરી સગીરાને તરછોડી દેતા સગીરાના પિતા દ્વારા ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

 પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારની એક ૧૨ વર્ષીય સગીરાને સામસ્તા માઇક્રો ફાઇનાન્સ લિમીટેડમા લોનના હપ્તા ઉઘરાવનાર શિંગવડ તાલુકાના મેથાણ ગામ નો પ્રદીપ પ્રતાપ બારીયા એ સગીરાને એક માસ અગાઉ પ્રેમના પાઠ ભણાવી તે સગીરાને તેને પોતાના મોબાઈલ નંબર આપી એક માસ અગાઉ થી સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે વાતચીત કરતો હતો અને ગત તારીખ 02/08/2021નાં રોજ સગીરાને ફોન કરી જણાવેલ કે હું તને રાત્રિના તારા ઘરે લેવા આવું છું તો તારા ઘરની આગળ આવેલ રોડ ઉપર આવી જજે કેમ કહે છે જેથી સગીરા પ્રદીપ ને મળવા માટે જતા જ્યાં પ્રદીપ્ત એની મોટરસાયકલ લઈને ઉભો હતો તે વખતે તેને સગીરા ને કહેલ કે તું મોટર સાયકલ ઉપર બેસી જા હું તને પત્ની તરીકે રાખવા લઈ જવાનો છું ત્યારે સગીરાએ તેની સાથે જવા ના કેતા પ્રદીપ તેને સોગન આપી ખવડાવી બળજબરીથી સગીરાને મોટરસાઈકલ ઉપર બેસાડી દઈ લઇ ગયો હતો અને રસ્તામાં સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી સગીરા ઉપર બળાત્કાર ગુજારી ફરી મોટરસાઇકલ ઉપર પ્રદીપ તેના મિત્ર ને ત્યાં લઇ ગયેલ અને બીજા દિવસે પિપલોદ ગામે લાવી સગીરાને બેસાડી રાખી હતી અને સાંજના સમયે સગીરાને મોટરસાઈકલ ઉપર બેસાડી મેથાણ ગામ એ તેના મિત્રને ઘરે લઈ જતા રસ્તામાં સગીરા ની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને કહેતો હતો કે જુનાગઢમાં રહેવા માટે રૂમ રાખેલ છે તો આપણે જુનાગઢ જવાનું છે તેમ કહી રાત્રિના તેના મિત્ર ભરત ને ત્યાં મુકી બીજા દિવસે પ્રદીપે સગીરાને જણાવ્યું કે હું બે દિવસમાં તને લેવા આવું છું તેમ કહી તે જુનાગઢ જવા રવાના થયેલ તે પછી બે દિવસ થઈ જતાં પણ પ્રદીપ પાછો સગીરાને લેવા ના આવતો અને સગીરા નો ફોન પણ રિસીવ ન કરતા આ સગીરાએ પ્રદીપના મિત્ર ભારત ને સાથે લઈ પ્રદીપ ને શોધવા માટે જૂનાગઢ ગયેલ જ્યા પ્રદીપ નો ફોન ન લાગતા પ્રદીપ મળી આવેલ નહીં અને ત્યાં એક જગ્યાએ ભારત સાથે રાત્રે રોકાણ કરી પ્રદીપ નો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે બે દિવસ પછી સગીરાએ ભરત મોબાઈલથી પ્રદીપ ને ફોન કરતા પ્રદીપે ફોન રિસિવ કરેલો અને તે વખતે સગીરાએ પ્રદીપને કહેલ કે જુનાગઢમાં તારી રૂમ મળતો નથી હું અને તારો મિત્ર ભરત તને શોધવા માટે જૂનાગઢ આવેલ છે ત્યારે પ્રદીપ કહેલ કે તુ અહીંયા થી જતી રહેજે નહી તો હું તને વેચી ખાઇસ તેમ પ્રદીપે સગીરાને જણાવતા સગીરાએ આ વાત ભરત ને કરતાં ભરત અને સગીરા બંને જણ પરત મેથાણ ગામે આવેલા જ્યા બીજા દિવસે પ્રદીપ ના માણસો તુફાન ગાડી લઈને આવેલા અને સગીરાને મેથાણ ગામેથી ગાડીમાં બેસાડી સગીરાને તેના ગામ આ પ્રદીપ ના માણસો મુકવા માટે આવતાં સગીરા એ પોતાના ઘરે નથી જવું તેમ જણાવતા પ્રદીપના મિત્રે સગીરા ને દેવગઢબારિયા નગરમાં છોડી ને જતાં રહેલા અને ત્યાર પછી આ સગીરા એકલી ફરી પ્રદીપ ના ગામ મેથાણ તેના ઘરે પ્રદીપને જોવા ગયેલી અને પ્રદીપ મળી ન આવતા તે પાછી પિપલોદ આવી રાત્રે બસ સ્ટેન્ડ ઉપર રોકાય ગયેલી અને બીજા દિવસે સવારે દેવગઢબારીઆ આવી તેના પિતાને ફોન કરી જણાવેલ કે હું દેવગઢબારિયા છુ જેથી સગીરા ના પિતા તેને લેવાં દોડી આવેલાં અને સગીરા એ તેની સાથે જે બનાવ બન્યો હતો તે જણાવતાં સગીરાના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સમસ્ત માઇક્રો ફાઇનાન્સ લિમીટેડ માં લોનના હપ્તા ઉઘરાવનાર સીંગવડ તાલુકાના મેથાણ ગામ નો પ્રદીપ બારીયા એ સગીરા ને પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા લઈ જઈ તેની મરજી વિરુદ્ધ ત્રણ વાર બળાત્કાર ગુજારતા તેમજ તેના મિત્ર વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!