
જીગ્નેશ બારીયા :- દાહોદ
દેવગઢ બારિયા તાલુકાના કોળીના પુવાડા ગામે ચાર વ્યક્તિઓએ ડાકણ હોવાનો વહેમ રાખી દંપતીને ફટકાર્યો: પોલીસ ફરિયાદ નોંધાઇ
દાહોદ તા.૦૭
દેવગઢ બારીઆ તાલુકાના કોળીના પુવાળા ગામે ચાર જેટલા ઈસમોએ એક દંપતિ ઉપર ડાકણ હોવાના ખોટા શક વ્હેમ રાખી દંપતિને લોખંડની ટોમી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળી રહ્યું છે.
કોળીના પુવાળા ગામે ખોસ ફળિયામાં રહેતા ઉમેશભાઈ મનુભાઈ હરીજન, મનુભાઈ મંગળભાઈ હરીજન, મહેશભાઈ મનુભાઈ હરીજન અને અશ્વિનભાઈ મનુભાઈ હરીજને ગત તા.૧૯મી એપ્રિલના રોજ પોતાના જ ગામમાં રહેતાં નટવરભાઈ મગનભાઈ હરીજન અને રમીલાબેનને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું ડાકણ છે અને મારા છોકરાને ખાઈ ગયેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ લોખંડની ટોમી વડે અને ગડદાપાટ્ટુનો માર મારી નટવરભાઈ અને રમીલાબેનને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત નટવરભાઈ મગનભાઈ હરીજને દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
—————————————