જીગ્નેશ બારીયા:- દાહોદ
ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ….દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી બારીયા પોલીસે 4 લાખ ઉપરાંત વિદેશી દારુ મળી કુલ દસ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને ઝડપી જેલભેગા કર્યા
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનો વેપલો પૂરબહારમાં
દાહોદમાં હાઇવે ઉપરાંત આંતરિયાળ વિસ્તારોમાંથી વિદેશી દારૂનો બેફામ ચાલતો વેપલો
પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવી વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા લોકમાંગ ઉઠવા પામી
દાહોદ તા.15
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસને મળેલ બાતમીના આધારે એક આઇસર ગાડીમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 4,67,400/- ના પ્રોહી જથ્થા સાથે આઇસર ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 10,72,400/- ના મુદ્દામાલ સાથે ચાલક સહિત બે જણાની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે જ્યારે આ બનાવમાં એક વોન્ટેડ આરોપી વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ ૧૪મી જુલાઈના રોજ દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી ઊભી હતી તે સમયે બાતમીમાં દર્શાવેલ એક આઇસર ગાડી ત્યાંથી પસાર થઈ હતી. આઇસર ગાડી જોવાની સાથે જ પોલીસે આઇસર ગાડીને ચારે તરફથી ઘેરી લીધી હતી અને ગાડીમાં સવાર ચાલક સહિત બે જણાંના જેમાં નારાયણનાથ શંકરનાથ ચૌહાણ અને દિનેશ છગનલાલ ડાંગી (બંને રહે. ઉદયપુર રાજસ્થાન) ની અટકાયત કરી પોલીસે આઇસર ગાડીની તલાશી હાથ ધરતા પોલીસ ચોંકી ઉઠી હતી. આઇસર ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ. 97 જેમાં વિદેશી દારૂ તથા બિયરની બોટલો તેમજ ટીન નંગ. 205 જેની કિંમત રૂપિયા 4,67,400/- નો પ્રોહિ જથ્થો, એક મોબાઇલ ફોન તેમજ આઇસર ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 10,72,400/- ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંને દશામાની અટકાયત કરી દેવગઢબારિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ ગુનામાં માંગીલાલ ડાંગી (રહે.ઉદયપુર રાજસ્થાન) પ્રોહિબિશનના ગુનામાં મોસ્ટ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે જેની વિરુદ્ધ પણ દેવગઢબારિયા પોલીસે ગુનો નોંધી તેના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.