જાબીર શુક્લા :- પીપલોદ
દેવગઢબારિયા મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ લેવા આવતા અરજદારો સાથે ઉઘાડી લૂંટ: સ્ટેમ્પની દર કરતાં વધારે કંપની વસુલાત કરાતી હોવાના આક્ષેપો
દે. બારીયા તા.29
દેવગઢ બારીયા મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ કઢાવવા આવતા અરજદારો પાસેથી તેમની દર કરતાં વધારે રકમની વસૂલાત આવતી હોવાના આક્ષેપો સાથેની બુમો સંભળાઈ રહી છે. જોકે આ મામલે જિલ્લા સબ રજીસ્ટાર ને જાણ છે કે કેમ? આ અંગે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.
મામલતદાર શ્રી દ્વારા સોશિયલ મીડિયામાં આપેલો જવાબ
એક તરફ સામાન્ય માણસ કોરોના કાળની કપરી મહામારી સામે ઝઝુમી રહ્યો છે.કોરોના કાળમાં નાના તેમજ મધ્યમ વર્ગ આર્થિક પરિસ્થિતિ સાવ પડી ભાંગી છે. તેવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિ સમગ્ર પરિસ્થિતિ સામે ઝઝુમી આ કપરા સમયને કાઢી નાખવા મથામણ કરતો નજરે પડી ગયો છે. ત્યારે સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા લોકો જોડે સરકારી કચેરીઓમાં જ ઉઘાડી લૂંટ કરવામાં આવતા નાના તેમજ મધ્યમ પરિવાર માટે પડતા પર પાટુ
#Paid pramotion
Contact us :- sunrise public school
સમાન સાબિત થયું છે. વાત કરી દેવગઢ બારિયા મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ લેવા આવતા લોકોથી સ્ટેમ્પના દર કરતાં વધારે રકમ ની વસુલાત કરાતી હોવાની વ્યાપક મુકવા પામી છે.જેમાં આજરોજ દેવગઢ બારિયા તાલુકાના ખજુરી ગામની રહેવાસી અને 11 માં ધોરણમાં અભ્યાસ કરતી સજુલાબેન ભરતભાઈ પટેલ નામક યુવતી મામલતદાર કચેરીમાં ૫૦ રૂપિયાનો સ્ટેમ્પ લેવા આવતા તેની પાસેથી 50 રૂપિયાના સ્ટેમ્પ ના 70 રૂપિયાની વસૂલાત કરાતા તે સ્તબ્ધ થઇ ગઈ હતી. જોકે આ હિંમતવાન યુવતીએ કચેરીમાં વધારે પૈસાની વસુલાત મામલે વિરોધ નોંધાવ્યો હતો. સેજલ બેને મામલતદાર કચેરીમાં સ્ટેમ્પના દર કરતાં વધારે પૈસા ની વસુલાત કરતા હોવાના આક્ષેપ મૂકતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે બીજી તરફ આ સમગ્ર મામલે હોબાળો મચતા તેમજ સ્ટેમ્પના દરની વધારે કિંમત વસૂલાતની પોસ્ટ શોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં દેવગઢબારિયા મામલતદાર પૂર્વેશ ડામોર દ્વારા આ મામલાની ફરિયાદ કરવામાં આવે મામલતદાર કચેરીનો કોઈપણ કર્મચારીને તેવું નિવેદન સોશિયલ મીડિયામાં આપ્યો હતો