દેવગઢબારિયા તાલુકાના ત્રણ સ્થળેથી 2.83 લાખનો વિદેશી દારૂ ઝડપાયો: છ બુટલેગરો સામે ગુનો દાખલ…
દે.બારીયા તા.૨૨
દેવગઢબારિયા તાલુકાના ત્રણ જુદાજુદા સ્થળેથી પોલીસે 2.83 લાખના વિદેશી ઝડપી પાડ્યો છે જ્યારે ઉપરોક્ત ત્રણેય બનાવમાં પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી છે. તેમજ અન્ય છ જેટલા વોન્ટેડ બુટલેગરો મળી કુલ સાત સામે પ્રોહી અંગેનો ગુનો દાખલ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢબારિયા તાલુકામાં પ્રથમ બનાવ દેવગઢબારિયા તાલુકાના સાગારામા ગામે લાલજી ફળિયામાં બનવા પામ્યું હતું . જેમાં દેવગઢબારિયા પોલીસે બાથની ના આધારે ટીનાભાઇ પાર્સિંગભાઈ કોળી પટેલના રહેણાંક મકાનમાં દારૂનું કટિંગ ચાલતું હતું તે સમય દરોડો પાડતા પોલીસને જોઈ સનુ મડિયા પલાસ, સનુ પલાસના પીકપ ગાડીનો ચાલક , અનિલ પોપટ રાઠવા રહેવાસી જાંબુઘોડા હાલોલ, મનુભાઈ રમણભાઈ રાઠોડ રેહ જબન હાલોલ, અજય જનીયા રાઠવા જુનીભાટ હાલોલ સહિતના ભાગે છૂટવામાં સફળ રહ્યા હતા. જે બાદ પોલીસે સ્થળ પરથી GJ-23 BD-4070 નંબરની swift ગાડી , તેમજ માઉન્ટ બિયરની 31 પેટીઓમાં 1152 બોટલ મળી 1.30 લાખનો વિદેશી દારૂનો જથ્થો, 20,000 કિંમતનો મોબાઇલ ફોન તેમજ 3 લાખ ઉપરાંતની ફોરવીલર ગાડી મળી કુલ 4.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ પાંચેય બુટલેગરો સામે ગુનો દાખલ કર્યો છે.
પ્રોહિબિશનનો બીજો બનાવ દેવગઢબારિયા તાલુકાના સાગારામા ગામે બનવા પામ્યો છે જેમાં આરત શંકરભાઈ પટેલ તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ પોલીસને થતા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આરતભાઈ પટેલના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 14 પેટીઓમાં 504 બોટલો મળી કુલ ૬૦,૦૦૦ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ભારત ભાઈ શંકરભાઈ પટેલ તેમજ ગરબાડા તાલુકાના માતવા ગામનો સનું મડિયા પલાસ વિરોધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.
પ્રોહિબિશનનો ત્રીજો બનાવ દેવગઢબારિયા તાલુકાના રેબારી ગામે બનવા પામ્યું છે જેમાં વચલા ફળિયાના રહેવાસીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ સંતાડેલો હોવાની બાકી પીપલોદ પોલીસને મળતા પીપલોદ પોલીસે કોકીલાબેન બારીયાના ખેતરના કાચા મકાનમાં દરોડો પાડી પતરાવાળા છાપરામાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની 40 પેટીઓમાં 1803 બોટલ મળી કુલ 1.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કોકીલાબેન બારીયા તેમજ દિનેશ ભંગારી ભઈલા પટેલ વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કર્યો છે.