દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં નેશનલ કોરીડોર ના વિરોધમાં આ ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના ખેડુતો દ્વારા આ વખતની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આજે સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની ચુંટણીઓનું મતદાન થનાર છે. આ છેલ્લી ઘડીએ ઝાલોદ તાલુકાના ૧૪ જેટલા ગામોના ખેડુતો દ્વારા આ ચુંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારતાં સોપો પડી જવા પામ્યો છે. મતદાનનથી વંચિત રહેવાનું મુખ્ય કારણ એ છે કે, આ ઝાલોદ તાલુકાના ૧૪ જેટલા ગામોમાંથી પસાર થતો નેશનલ કોરિડોર મામલે અગાઉ પણ આ ૧૪ ગામનો ખેડુતો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ આજદિન સુધી તેનું કોઈ ખેડુતોના હિતમાં સરકાર દ્વારા નિર્ણય કરવામાં ન આવતાં અહીંના સ્થાનીક ખેડુતોમાં અક્રોશ ફાટી નિકળ્યો છે અને આ વખતની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાનથી વંચિત રહેવાની ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જાણવા મળ્યા અનુસાર, આ ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના ખેડુતો દ્વારા સરકાર સામે અનેક આક્ષેપો પણ કર્યાં છે.