દાહોદ:ભાજપનો ઉમેદવાર બનવાનો ઉત્સાહ જોતા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ અસરકારક વિજય પ્રાપ્ત કરશે :- પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજા

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૩૦

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી, ગુજરાત રાજ્ય દ્વારા નિમાયેલા પ્રદેશ પ્રદેશ નિરીક્ષક પ્રદિપસિંહજી જાડેજા, ગીતાબેન રાઠવા, અમિતભાઈ ઠાકર આજરોજ દાહોદ શહેરના માર્કેટ યાર્ડ, મીટીંગ હોલ ખાતે પહોંચ્યાં હતાં. આ દરમ્યાન મીડીયા કર્મીઓ સાથે પ્રદિપસિંહજી જાડેજા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા માટે જે રીતનો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે તે દેખાડે છે કે, આ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં વિજય અસરકારક થશે અને લોકોને વિકાસની પ્રક્રિયામાં જાેડાઈ તાલુકા પંચાયત બનાવશે.

પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાની આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીના ઉમેદવારોની પસંદગી માટે દાહોદના પ્રભારી અમિતભાઈ ઠાકર અને છોટાઉદેપુરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતીમાં જુદા જુદા બંડલમાંથી જિલ્લા કક્ષાએથી નીરીક્ષકો મોકલવામાં આવ્યાં હતાં. આ નિરીક્ષકોએ તાલુકા અને જિલ્લાના ઉમેદવારોના સંદર્ભમાં જે એસેસમેન્ટ આવ્યા હતાં તે રજુ કરવામાં આવ્યાં હતાં. તેના આધાર ઉપરથી શોર્ટ લીસ્ટ કરી જિલ્લા સંકલન સમિતિ મળશે અને જિલ્લા સંકલન સમિતિમાંથી એનુ હોમવર્ક કરી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ બધી વિગતો ત્યાં લઈ અને ત્યાંથી બાકીની પસંદગી અંતિમ તબક્કામાં કરવામાં આવશે. વધુમાં પ્રદિપસિંહ જાડેજા દ્વારા જણાવ્યા અનુસાર, જે રીતે દાહોદ જિલ્લામાં તાલુકા જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બનવા માટે જે રીતનો ઉત્સાહ આવી રહ્યો છે તે દેખાડે છે કે, ભારતીય જનતા પાર્ટીનો વિજય અસરકારક રીતે થશે અને લોકોને વિકાસની પ્રક્રિયામાં જાેડાઈ અને પોતે પણ ભાજપની તાલુકા અને જિલ્લા પંચાયત બનાવશે તેવો કાર્યકર્તાંઓ અને પ્રજાનો ઉત્સાહ જાેવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૩૮ તાલુકા પંચાયત માટે ૭૩૫ જેટલી અરજીઓ આવેલી છે. ૫૦ જિલ્લા પંચાયતો માટે ૩૪૪ જેટલી અરજીઓ આવેલી છે અને નગર પાલિકાના ૦૯ વોર્ડ માટે ૧૬૧ જેટલી અરજીઓ આવેલી છે. આ દેખાડે છે કે, ભાજપના ઉમેદવાર બનવા માટે લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે, તેમ પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું.

————————–

Share This Article