Thursday, 21/11/2024
Dark Mode

કેરોસીનના કાળાબજાર અને કોમી રમખાણોમાં ચર્ચામાં રહેલો ઝાલોદના ઇમરાન કરોડોની બેનામી સંપત્તિનો માલિક 

કેરોસીનના કાળાબજાર અને કોમી રમખાણોમાં ચર્ચામાં રહેલો ઝાલોદના ઇમરાન કરોડોની બેનામી સંપત્તિનો માલિક 

 દાહોદલાઈવ……

કેરોસીનના કાળાબજાર અને કોમી રમખાણોમાં ચર્ચામાં રહેલો ઝાલોદના ઇમરાન કરોડોની બેનામી સંપત્તિનો માલિક,૨૦૧૧ માં ૬ હજાર ના કેરોસીનના કાળાબજાર કરતા ઝડપાયેલો ઇમરાન ગુડાલા ૨૦૨૦ સુધી કરોડોની બેનામી સંપતિનો માલિક બની ગયો?પંથકમાં વહેતી થયેલી ચર્ચાઓ,પોલીસના તોડબાજ ગણાતો ઇમરાન જુગાર,કાળા બજારી થી લઇ ને કોમી રમખાણો માં પણ સક્રિય હોવાની તરેહ તરેહની ચર્ચાઓ વચ્ચે પોલીસ ચોપડે માત્ર એકલ દોકલ કેસ જ કેમ નોંધાયા તે અંગે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવાની લાગણી તેમજ માંગણી

ઝાલોદ તા.29

સમગ્ર પંથકમાં ચકચારી એવા હિરેન પટેલ હત્યાકાંડમાં રોજ રોજ નવી પરતો ખુલી રહી છે. સત્તા છીનવાઈ જવાની વાતે રઘવાયા બનેલા લોકોએ પોતાનો બળાપો કાઢવા હત્યા જેવા હિન કૃત્ય સુધી પહોંચેલા મહત્વકાંસીઓના નામ સામે આવી રહ્યા છે. ત્યારે હત્યા અને હત્યારા બંન્ને વચ્ચે કડીરૂપ એવા ઇમરાન ગુડાલા ઉર્ફે ઇમુ ડાંડની કારકિર્દીમાં પણ અનેક વિવાદો વણાયેલા છે. અને રાજકીય ગોદફાધરોના કારણે ખુબ ટૂંકાગાળામાં રાજકીય તેમજ સામાજિક અગ્રણી તરીકે ઝાલોદ પંથકમાં પ્રસ્થાપિત થવા પામ્યો છે.

ત્યારે ૨૦૧૧ માં પોલીસ ચોપડે છ હજારના કેરોસીન ની કાળા બજારી કરતા ઝડપાયેલો ઇમરાન ગુડાલા કટારા ફેમિલીનું વિશ્વાસુ અને અંગત વ્યક્તિ કેવી રીતે બન્યો તેની તપાસ હાથ ધરાય તો પણ ચોંકાવનારી હકીકતોની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. જોકે આ સમય દરમિયાન 2012 માં ઝાલોદ માર્કેટ યાર્ડની ચૂંટણી વેપારી પ્રતિનિધિ તરીકે ચૂંટાયા પછી સ્થાનિક તંત્ર અને ખાસ કરીને પોલીસતંત્ર સાથે ખુબ જ અંગત ઘરોબો કેળવી લીધો હોવાનું કહેવાય છે. એટલું જ નહિ ઝાલોદમાં મોટાભાગના પોલિસને લાગતા કામો માટે તેનો જ સંપર્ક કરવામાં આવતો હોવાનું કહેવાઈ રહ્યું છે.ત્યારે આવા સાંઠગાંઠ અને દબદબાને પગલે ઝાલોદ પંથકના અનેક પ્રકારના ગુનાઓમાં તે આરોપીના દાયરાથી દૂર રહ્યો હોવાનું પણ પંથકમાં વિશ્વાશનીય રીતે ચર્ચાઈ રહ્યું છે.

 ત્યાર બાદ ૨૦૧૭ માં કટારા પરિવાર કોંગ્રેસમાં પ્રવેશ લીધો અને ભાવેશભાઈ ધારાસભ્ય બની જતા માનીતા ઇમરાનને રાજકીય પીઠબળ સાંપડી જતા તેનો સિતારો બુલંદી પર આવી ગયો હતો. અને ૨૦૧૮ માં યોજાયેલ પાલિકાની ચુંટણીમાં પણ કોંગ્રેસને સત્તા મળતા ઇમરાન દ્વારા મહિલા કાઉન્સિલર સાથે મોટી ડીલ કરી અને પાલિકાના કામોમાં અંગત રસ રાખી અને વિવિધ ગેરરીતિઓને અંજામ આપી કરોડોની બેનામી સંપત્તિનો માલિક બની ગયો હોવાનું પણ કેહવાઈ રહ્યું છે. ત્યારે તે દિશામાં પણ તપાસ હાથ ધરાય તે ઈચ્છનીય છે.

પાલિકામાં અઢી વર્ષ સુધી એક હથ્થું શાસન કર્યા બાદ ઓગસ્ટ ૨૦૨૦ માં હિરેન પટેલ દ્વારા પાલિકામાં ભાજપા સમર્થિત બોડી બેસાડી દેવાને લીધે પાલિકા માં થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જવાને પગલે વિફરેલા ઇમરાને પોતાના રાજકીય ગોડફાધરોના ઈશારે  હિરેન પટેલની હત્યાનું કાવતરું રચ્યું હોવાનું હાલ સપાટી પર આવ્યું છે.તેમાંય આ કાવતરામાં ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિતે સોપારી આપી હોવાનું પણ ખુલવા પામ્યું છે.ત્યારે પાલિકા માં અઢી વર્ષ દરમ્યાન થયેલા કામોની ગેરરીતિઓ તેમજ ઇમરાનને અઢી માસ સુધી ફરાર રહેવામાં મદદ કરનારા લોકો થી લઈને ઇમરાનની કેરોસીનના કાળા બજારથી લઇ ને માત્ર ૧૦ વર્ષમાં ઉભી કરવામાં આવેલી કહેવાતી બેનામી સંપત્તિ અંગેના વણ ઉકલેલા પ્રશ્નો અંગે તપાસ થશે કે કેમ? તે અંગે પણ તપાસ કરાય તે ઈચ્છનીય છે.

અગાઉ રાજકીય અદાવતે થયેલી મારામારીમાં  તેમજ  અજય કલાલ સાથે દારૂના વેપારમાં અમિત કટારાનું નામ પોલીસ ચોપડે નોંધાયેલું છે.

અમિત પહેલેથી રાજકારણમાં ન હતો.પણ તેની પત્ની કિંજલને ઝાલોદ પાલિકામાં બિન હરીફ પ્રમુખ બન્યા બાદ પાલિકાના રાજકારણમાં રસ લેતો થયો હતો. હિરેન પટેલની હત્યા માં ઇમરાન ગુડાલાએ તેનું નામ આપતા તે હાલ તો મુખ્ય આરોપી તરીકે જોવામાં આવી રહ્યો છે. પણ આ પહેલા હિરેન પટેલ સાથે ૨૦૦૭ માં માર્કેટ યાર્ડની ચુંટણીને લઈને થયેલી મારા મારીમાં તેનું નામ પોલીસ ચોપડે નોંધાયું હતું તો મહીસાગર જિલ્લામાં પણ એક દારૂના કેસમાં અજય કલાલ સાથે તેનું નામ નોંધાયું હતું. જો કે હત્યા જેવા પ્રકરણમાં તેનું નામ આવ્યું હોઈ હર કોઈ અચંબામાં પડી ગયા હતા.

હિરેન પટેલની હત્યા રાજકીય બદલો લેવા કે પછી રાજકીય દબદબો જાળવી રાખવા થઈ તે પણ તપાસનો વિષય

સરપંચથી લઇને ધારાસભ્ય સુધીના તમામ હોદ્દાઓ પર એક જ પરિવારના સભ્યો હોવા ઉપરાંત પાલિકા પ્રમુખ તરીકે પણ એ જ પરિવારના સભ્ય હોવાથી આ પરિવાર નો રાજકીય ગ્રાફ ખૂબ જ ઉંચો હતો. અને કદાચ જિલ્લામાં સૌથી પાવરફુલ પરિવાર તરીકે આ પરિવારની ગણના થતી હતી. જોકે, પહેલા માર્કેટ યાર્ડ બરખાસ્ત થયું, સાંસદમાં હારનો સામનો કર્યા બાદ, પાલિકામાં પણ હાર વેઠવી પડી હોઈ રાજકીય અદાવતના ભાગ રૂપે કે પછી અન્ય પક્ષમાં ખોફ કાયમ રહે તે આશયથી હત્યા કરાઈ તે ખરેખર અમિત કટારા પકડાય ત્યારે જ ખબર પડે તેમ છે.

error: Content is protected !!