Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ સંબંધિત ત્રણ કાયદા પાછા ખેંચી લઇ તાત્કાલિક રદ કરવાની માગણી સાથે ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને પાઠવ્યું

દાહોદ:કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ સંબંધિત ત્રણ કાયદા પાછા ખેંચી લઇ તાત્કાલિક રદ કરવાની માગણી સાથે ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને પાઠવ્યું

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.5

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ સંબંધિત ત્રણ કાયદા પાછા ખેંચી લેવા તેમજ તાત્કાલિક રદ કરવાની માગણી સાથે ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું છે.

આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અને દાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિ ને ખતમ કરવાનું ધૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. વધુમાં જણાવ્યા અનુસાર, મોદી સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા વગર પસાર કરવામાં આવેલ કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ તાત્કાલિક પરત ખેંચી રદ કરવા રાષ્ટ્રપતિને અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા ના આદેશથી દિલ્હી સહિત સમગ્ર દેશમાં ખેડૂતવિરોધી અધ્યાદેશના વિરોધમાં આંદોલન કરતાં ખેડૂત સંગઠનોના સમર્થનમાં અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પર કરવામાં આવી રહેલ અત્યાચારના વિરોધમાં આજે દાહોદ તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રીત થઈ દિવંગત નેતા અહેમદ પટેલ ના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના સભા કરી ક્યાંથી દસથી બાર જેટલા આગેવાનો નેતાઓ દાહોદ પ્રાંત ઓફીસ ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!