Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ શહેરના પીંજારવાડામાં ખેલાયું ખુની ખેલ:કાકાએ નજીવી બાબતે ભત્રીજાની ચાકુના જીવલેણ ઘા કરી હત્યા કરતા ચકચાર:એક મહિલા સહીત બે વ્યક્તિઓ ઘાયલ

દાહોદ શહેરના પીંજારવાડામાં ખેલાયું ખુની ખેલ:કાકાએ નજીવી બાબતે ભત્રીજાની ચાકુના જીવલેણ ઘા કરી હત્યા કરતા ચકચાર:એક મહિલા સહીત બે વ્યક્તિઓ ઘાયલ

  રાજેન્દ્ર શર્મા / જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૪

દાહોદ શહેરના કસ્બા વિસ્તારના પિંજરવાડ ખાતે આજ વહેલી સવારે એક પરિવારમાં માતમ છવાઇ ગયો હતો એક જ પરિવારમા રહેતા કાકા ભત્રીજા વચ્ચે કોઈક મિલકત સંબંધે અવારનવાર ઝઘડો થતો હતો અને આજરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કાકાએ ભત્રીજાને ઉપરાછાપરી ચાકુના ઘા શરીર તેમજ છાતીના

દાહોદ શહેરના પીંજારવાડામાં ખેલાયું ખુની ખેલ:કાકાએ નજીવી બાબતે ભત્રીજાની ચાકુના જીવલેણ ઘા કરી હત્યા કરતા ચકચાર:એક મહિલા સહીત બે વ્યક્તિઓ ઘાયલભાગે મારી ઘટનાસ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં આ સમાચાર વાયુવેગે ફેલાતા ખળભળાટ મચી જવા પામ્યો છે જ્યારે મળતી માહિતી પ્રમાણે મૃતકની પત્ની વચ્ચે છોડાવવા પડતા તેના ઉપર પણ ચાકુ વડે હુમલો થયું હોવાનું જાણવા મળે છે મૃતકની પત્નીને પણ દાહોદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી દેવામાં આવી છે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દાહોદ શહેરના પીંજારવાડામાં ખેલાયું ખુની ખેલ:કાકાએ નજીવી બાબતે ભત્રીજાની ચાકુના જીવલેણ ઘા કરી હત્યા કરતા ચકચાર:એક મહિલા સહીત બે વ્યક્તિઓ ઘાયલદાહોદ કસ્બા પિંજરવાડ નૂર મસ્જિદ ની પાસે રહેતા એક પરિવારના કાકા અને ભત્રીજા વચ્ચે અવારનવાર કોઈક મિલકત સંબંધે ઝઘડો તકરાર થતો રહેતો હતો આજરોજ કાકા ભત્રીજા વચ્ચે ઝઘડા તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ખૂની ખેલ ઉપર ઉતરી આવ્યા હતા એકબીજાની જાની દુશ્મન બની બેઠેલા આ કાકા ભત્રીજા વચ્ચે ધમાસણ ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સ્થળ પર ઉભેલા લોકોએ જોયા હતા આ ઝપાઝપી દરમિયાન જ કાકા શાહનવાજ મન્સૂરી ચાકુ લઈ દોડી આવી ભત્રીજા નવાજભાઈને છાતીના ભાગે ચાકુના ઘા ઝીંકી દેતા જોતજોતામાં નવાજભાઈ ઘટનાસ્થળ પર લોહીથી લથબથ હાલતમાં ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓને પગલે તેમનું સ્થળ પર જ કમાટીભર્યું મોત નીપજયું હતું આ દરમિયાન તેમની પત્ની વચ્ચે છોડવા પડતા તેઓને ઉપર પણ ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે

દાહોદ શહેરના પીંજારવાડામાં ખેલાયું ખુની ખેલ:કાકાએ નજીવી બાબતે ભત્રીજાની ચાકુના જીવલેણ ઘા કરી હત્યા કરતા ચકચાર:એક મહિલા સહીત બે વ્યક્તિઓ ઘાયલત્યારે આ ઇજાગ્રસ્ત મહિલાને પણ દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી દેવામાં આવી છે ઘટનાની જાણ વાયુવેગે વિસ્તારમાં ફેલાતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા જ્યારે આ ઘટનાને અંજામ આપી શાહનવાજ મન્સૂરી નાસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી જાય મૃતકના મૃતદેહને પીએમ અર્થે નજીકના દવાખાને રવાના કરી દઈશ આરોપીના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દાહોદ પોલિસે સરકારી ગાડીમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડી માનવતા મહેકાવી 

દાહોદ શહેરના પીંજારવાડામાં ખેલાયું ખુની ખેલ:કાકાએ નજીવી બાબતે ભત્રીજાની ચાકુના જીવલેણ ઘા કરી હત્યા કરતા ચકચાર:એક મહિલા સહીત બે વ્યક્તિઓ ઘાયલદાહોદ શહેરના કસ્બા વિસ્તારના પિંજરવાડ ખાતે કાકાએ ભત્રીજાની હત્યા કરવાના ઈરાદે છાતી પર ચાકુના તીક્ષ્ણ ઘા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.આ બનાવમાં બચાવમાં આવેલ તેમના જ પરિવારની મહિલા તેમજ આની એક યુવકને પણ અત્યારે ચાકુના ઘા કરી લોહીલુહાણ કરી મુક્યા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવારઅર્થે દવાખાના ખસેડવા એમ્બ્યુલ્સ પર્યાપ્ત ન થતાં પરિવારજનો મુઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે તે સમયે દેવદૂત બનીને આવેલી પોલિસે તાબડતોડ ઈજાગ્રસ્ત મહિલાને સરકારી ગાડીમાં સમયસર દવાખાને પહોંચાડી માનવતા મહેકાવી હતી.

error: Content is protected !!