રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૧૩
એક તરફ કોરોનાકાળ તો બીજી તરફ તહેવારોની રમઝટ.ચાલી રહી છે.અને હાલ દાહોદ શહેરના બજારોમાં ભીડ જાેવા મળી રહી છે.અને તેમાંય દાહોદ શહેરના બસ સ્ટેશન ખાતે તો મુસાફરોની વહેલી સવારોનો વહેલી સવારથી જ ભારે જમાવડો જાેવા મળી રહ્યો છે. પરંતુ આ સૌની સાથે દાહોદના બસ સ્ટેશનમાં ન તો સોશીયલ ડિસ્ટન્સનું પાલન થતું જાેવા મળી રહ્યું છે.અને ન તો મુસાફરોના મોંઢે માસ્ક અથવા તો સેનેટરાઈઝરનો કોઈ ઉપયોગ થતો જાેવા મળી રહ્યો છે. આ સાથે સાથે બસ સ્ટેશન વિસ્તારમાં આવતા જતાં મુસાફરોનું સ્ક્રિનીંગ પણ કરવામાં આવતું નથી.ત્યારે હાલ તહેવાર ટાણે અને કોરોના મહામારીના સમયે આ એક ચિંતાનો માહોલ સર્જાય તેમાં કોઈ નવાઈ નથી.
આમ તો કોરોના કાળના ચાર – પાંચ માસ દરમ્યાન લોકોએ અને સાથે સાથે આરોગ્ય તંત્ર દ્વારા બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોનું સ્ક્રિનીંગ સહિતની કામગીરી કરવામાં આવતી હતી.પરંતુ જાણે હવે કોરોના માણસથી ડરી રહ્યો છે કે શું? તેવા સંકેતો દાહોદ જિલ્લાવાસીઓમાં નજરે પડી રહ્યા છે.દાહોદ શહેરના બસ સ્ટેશનમાં આવતાં જતાં મુસાફરોનું સ્ક્રિનીંગ પણ કરવામાં આવતું નથી. વહેલી સવારથી જ મુસાફરોના ટોળે ટોળા ઉમટી પડતાં હોય છે. જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પણ જાેવા મળી રહ્યા છે.બસ સ્ટેશન વિસ્તારમાં ન તો સેનેટરાઈઝરની કોઈ વ્યવસ્થા છે. ન તો માસ્કની. આમેય બસ સ્ટેશનમાં ઘણા ખરા મુસાફરોના મોંઢે તો માસ્ક પણ નથી જાેવા મળતાં. આવા સમયે માત્ર એક – બે દિવસના તહેવારના મોજમાં જાણે કોરોના પણ એક – બે દિવસ માટે છે.તેવા નિર્ણય સાથે લોકો પોતાના જીવને જાેખમમાં મુકી રહ્યા હોય તેવા દ્રશ્યો દાહોદના બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં જાેવા મળી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ આ બસ સ્ટેશન વિસ્તારમાં સ્ક્રિનીંગની પુનઃ વ્યવસ્થા કરવામાં આવે તેમજ માસ્ક અને સેનેટરાઈઝર ફરજીયાત કરવામાં આવે તેવી લાગણી અને માંગણીઓ પણ ઉઠવા પામી છે. હાલ કોરોના ગયો નથી.પરંતુ તેનાથી સૌ કોઈએ સાવચેત રહેવાની જરૂર છે. તહેવાર તો આવીને જતો પણ રહેશે પણ આ કોરોના રૂપી રાક્ષસ ક્યારે જશે તે તો હાલ કોઈને પણ ખબર નથી.પરંતુ અંતે એટલું કહેવું કે, આપણી સુરક્ષા આપણા હાથમાં છે. કોરોનાથી ડરીયે નહીં પરંતુ સાવચેત રહીશું તો ચોક્કસ પણ આપણે સૌ કોરોનાને હરાવી શકીશું.