Monday, 14/06/2021
Dark Mode

કોરોના કોરાણે મુકાયો… દિવાળી ટાણે વતન ભણી આવી રહેલા મજૂરવર્ગ “સુપર સ્પ્રેડર”બનવાના એંધાણ

કોરોના કોરાણે મુકાયો… દિવાળી ટાણે વતન ભણી આવી રહેલા મજૂરવર્ગ “સુપર સ્પ્રેડર”બનવાના એંધાણ

રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૩

એક તરફ કોરોનાકાળ તો બીજી તરફ તહેવારોની રમઝટ.ચાલી રહી છે.અને હાલ દાહોદ શહેરના બજારોમાં ભીડ જાેવા મળી રહી છે.અને તેમાંય દાહોદ શહેરના બસ સ્ટેશન ખાતે તો મુસાફરોની વહેલી સવારોનો વહેલી સવારથી જ ભારે જમાવડો જાેવા મળી રહ્યો છે. પરંતુ આ સૌની સાથે દાહોદના બસ સ્ટેશનમાં ન તો સોશીયલ ડિસ્ટન્સનું પાલન થતું જાેવા મળી રહ્યું છે.અને ન તો મુસાફરોના મોંઢે માસ્ક અથવા તો સેનેટરાઈઝરનો કોઈ ઉપયોગ થતો જાેવા મળી રહ્યો છે. આ સાથે સાથે બસ સ્ટેશન વિસ્તારમાં આવતા જતાં મુસાફરોનું સ્ક્રિનીંગ પણ કરવામાં આવતું નથી.ત્યારે હાલ તહેવાર ટાણે અને કોરોના મહામારીના સમયે આ એક ચિંતાનો માહોલ સર્જાય તેમાં કોઈ નવાઈ નથી.

આમ તો કોરોના કાળના ચાર – પાંચ માસ દરમ્યાન લોકોએ અને સાથે સાથે આરોગ્ય તંત્ર દ્વારા બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોનું સ્ક્રિનીંગ સહિતની કામગીરી કરવામાં આવતી હતી.પરંતુ જાણે હવે કોરોના માણસથી ડરી રહ્યો છે કે શું? તેવા સંકેતો દાહોદ જિલ્લાવાસીઓમાં નજરે પડી રહ્યા છે.દાહોદ શહેરના બસ સ્ટેશનમાં આવતાં જતાં મુસાફરોનું સ્ક્રિનીંગ પણ કરવામાં આવતું નથી. વહેલી સવારથી જ મુસાફરોના ટોળે ટોળા ઉમટી પડતાં હોય છે. જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પણ જાેવા મળી રહ્યા છે.બસ સ્ટેશન વિસ્તારમાં ન તો સેનેટરાઈઝરની કોઈ વ્યવસ્થા છે. ન તો માસ્કની. આમેય બસ સ્ટેશનમાં ઘણા ખરા મુસાફરોના મોંઢે તો માસ્ક પણ નથી જાેવા મળતાં. આવા સમયે માત્ર એક – બે દિવસના તહેવારના મોજમાં જાણે કોરોના પણ એક – બે દિવસ માટે છે.તેવા નિર્ણય સાથે લોકો પોતાના જીવને જાેખમમાં મુકી રહ્યા હોય તેવા દ્રશ્યો દાહોદના બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં જાેવા મળી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ આ બસ સ્ટેશન વિસ્તારમાં સ્ક્રિનીંગની પુનઃ વ્યવસ્થા કરવામાં આવે તેમજ માસ્ક અને સેનેટરાઈઝર ફરજીયાત કરવામાં આવે તેવી લાગણી અને માંગણીઓ પણ ઉઠવા પામી છે. હાલ કોરોના ગયો નથી.પરંતુ તેનાથી સૌ કોઈએ સાવચેત રહેવાની જરૂર છે. તહેવાર તો  આવીને જતો પણ રહેશે પણ આ કોરોના રૂપી રાક્ષસ ક્યારે જશે તે તો હાલ કોઈને પણ ખબર નથી.પરંતુ અંતે એટલું કહેવું કે, આપણી સુરક્ષા આપણા હાથમાં છે. કોરોનાથી ડરીયે નહીં પરંતુ સાવચેત રહીશું તો ચોક્કસ પણ આપણે સૌ કોરોનાને હરાવી શકીશું.

બસ સ્ટેશનમાં બહારગામથી આવી રહેલા મજૂરવર્ગના સ્ક્રીનિગના અભાવે કોરોના સંક્રમણ વધવાના એંધાણ 

સમગ્ર દેશમાં હાલ કોરોનાનો આ સીલસીલો અકબંધ રીતે ચાલી રહ્યો છે. અને કોરોના ની વેક્સીન ટ્રાયલ બેસ પર છે. તેવામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ વેક્સીન છે.તેમ સરકાર પણ કરી રહી છે. W.h.o. સહિત દેશની નામાંકિત એજન્સીઓ પણ શિયાળામાં કોરોના વધુ વકરશે તેવી ચેતવણી પણ આપી રહ્યા છે.તેવામાં દાહોદ થી બહારગામ મજૂરી કરવા ગયેલો મજૂરવર્ગ દિવાળી ટાણે વતન પરત  આવી રહ્યો છે.અને આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે કોઈ સ્ક્રીનિંગ કરાયું નથી.એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવી મજુર વર્ગને પોતાના માદરે વતન લવાઈ રહ્યા છે.પરંતુ આ મજૂરવર્ગ ઘેટાં બકરાંની જેમ બસોમાં ઠુંસી ઠુંસીને લવાઈ રહ્યા છે. તેમજ દાહોદથી પણ ગામડે જવા માટે ખાનગી ગાડીઓમાં ઘેટા બકરાની જેમ ભરી લઇ જતા સોશિયલ ડિસ્ટન્સના ઠેર ઠેર લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે.તેમાંય મોટાભાગના લોકો માસ્ક તો દૂર કોરોના ગાઇડલાઇન પણ ફોલો કરી રહ્યા નથી.અને કોઈપણ જાતની ચકાસણી કે સ્ક્રીનિંગ વગર પોતાના ઘરે જઈ રહ્યા છે.જે ખરેખર ગંભીર બાબત છે.જેના પરિણામ સ્વરૂપ કોરોના મહામારી વધુ વકરવાના એંધાણ થઈ રહ્યા છે.

દાહોદ જિલ્લામાં બેફિકરાઈ તેમજ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને આવેલો મજૂરવર્ગ સુપર સ્પ્રેડર સાબિત થવાની આશંકાઓ 

કોરોના કાળમાં લોકડાઉન પછી દાહોદથી બહારગામ મોટા પ્રમાણમાં મજૂરી અર્થે ગયેલો હતો.જે હાલ દિવાળી ટાણે બસો તેમજ ખાનગી ગાડીઓમાં ખીચોખીચ ભરીને પરત ઘરે આવી રહ્યો છે.અને  બસ સ્ટેશનમાં કોઈપણ જાતની સ્ક્રીનિંગ કે કોવીડની ગાઇડલાઇન ફોલો થઇ રહી નથી તેવામાં આગામી શિયાળાની મોસમમાં કોરોના વધુ વકરવાની ચેતવણીની વચ્ચે લાપરવાહીથી વતન પરત આવેલા મુસાફરો આવનારા સમયમાં સુપર સ્પ્રેડર બનવાની આશંકાઓ સેવાઈ રહી છે.

સ્થાનિક વહીવટી તંત્રના બેવડા ધોરણથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ:

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય એટલે એમ્બ્યુલ્સ ઘરે લેવા આવે આરોગ્ય કર્મીઓ પીપીઇ કીટ પહેરી તે વિસ્તારને સૅનેટાઇઝ કરે વહીવટી તંત્ર દ્વારા તે વિસ્તારને  પતરા મારી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરે છે. અને કન્ટેન્મેન્ટ ઝોન ની મુલાકાત લેવી તે ભયજનક છે. એવી ચેતવણી પણ આપે છે. તેવામાં કોરોના સંક્રમિત આવેલા દર્દી તેમજ તેના પરિવાર સહિત આસપાસના વિસ્તારના લોકોની માનસિક સ્થિતિ કેવી હોય છે.તેની કલ્પના કરવી પણ મુશ્કેલભર્યું છે. આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્ર કોરોનાની ગંભીરતા સમજી પુરતી સાવચેતી રાખે છે. તે એક સારી બાબત છે. પરંતુ દિવાળી ટાણે આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્રની નજર સામે જે રીતે મુસાફરો આવી રહ્યા છે.તેનાથી કોરોના મહામારી વધવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે. આ બધું જોતા આરોગ્ય સહિત વહિવટી તંત્રની આ ગંભીર બેદરકારીને જોઈ લોકોમાં છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે.

error: Content is protected !!