Friday, 27/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના ગામડી ગામે મંજુર થયેલ રસ્તો ના બનાવતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સંતરામપુર તાલુકાના ગામડી ગામે મંજુર થયેલ રસ્તો ના બનાવતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.27

સંતરામપુર તાલુકાના ગામડી ગામે મંજુર થયેલ રસ્તો ના બનાવતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સંતરામપુરના ગામડી ગામે ભોટવા પશ્ચિમથી ગામડી વણકરવાસ ચાંદલી ફળિયા ૧.૧૪ લાખ ના ખર્ચે ડામર રસ્તો વડાપ્રધાન સડક યોજનામાં મંજુર કરવામાં આવેલ હતો. ચાંદલી ફળિયાના ગ્રામજનોને રસ્તાથી વંચિત રહ્યા હતા.અને આઝાદીના ૭૩ વર્ષ પછી આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલીક વ્યક્તિઓ ના કારણે અધિકારીઓને ગેરમાર્ગે દોરીને મંજુર થયેલ રસ્તો બનાવવા માટે વારંવાર ગેરમાર્ગે દોરવામાં આવે છે.આ ફળિયામાં આઝાદી પછી આ રસ્તો બન્યું જ નથી.અને તેનો લાભ મળ્યો જ નથી.વડાપ્રધાન સડક યોજના આ ગામની અંદર મંજૂર થયેલી હતી.છૂત અછૂત નો ભેદભાવ રાખીને આ ગામની અંદર ગ્રામજનોને લાભ આપવા માટેના રસ્તો ના બનાવવા માટેના ખોટી રીતે અધિકારને ગેરમાર્ગે દોરીને રસ્તાને ડિવાઇડ કરવામાં આવેલો હતો.ગામના અગ્રણી વણકર કાંતિભાઈ અને સમાજના અગ્રણીઓ આજરોજ સંતરામપુર મામલતદાર આવેદનપત્ર રજૂઆત કરી હતી.વહેલી તકે ચાંદલી ફળિયામાં વહેલી તકે રસ્તો નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

error: Content is protected !!