ગુજરાતભરમાં 11 સપ્ટેમ્બરથી ‘પેનડાઉન’ની ચેતવણી, દાહોદ સહિત રાજ્યના કર્મચારીઓમાં રોષ પે-મેટ્રિક્સની વિસંગતતા સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ-3 કર્મચારી મંડળની ચીમકી

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

ગુજરાતભરમાં 11 સપ્ટેમ્બરથી ‘પેનડાઉન’ની ચેતવણી, દાહોદ સહિત રાજ્યના કર્મચારીઓમાં રોષ

પે-મેટ્રિક્સની વિસંગતતા સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ-3 કર્મચારી મંડળની ચીમકી

દાહોદ, તા. 20

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના ન્યાયિક ઉકેલ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતા કર્મચારી મંડળે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી છે.

કર્મચારી મંડળના જણાવ્યા મુજબ મુખ્ય માંગણીઓમાં સિનિયર સર્વેયર સંવર્ગનો ગ્રેડ-પે રૂ. 2800 માંથી વધારીને ગ્રેડ-પે રૂ. 4400 કરવા, તેમજ સર્વેયર સંવર્ગનો ગ્રેડ-પે રૂ. 2400 માંથી વધારીને ગ્રેડ-પે રૂ. 2800 કરવાની માંગ કરવામાં આવી છે.

મંડળે સરકારને ચીમકી આપી છે કે આગામી 30 દિવસમાં કર્મચારીઓની ન્યાયિક માંગણીઓનું સંતોષકારક નિરાકરણ નહીં આવે તો તા. 11 સપ્ટેમ્બરથી ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કરવામાં આવશે.

આંદોલનના પ્રથમ તબક્કામાં તા. 11/09/2026ના રોજ દાહોદ સહિત સમગ્ર રાજ્યના કર્મચારીઓ પોતાની કચેરીમાં હાજર રહી સંપૂર્ણ પેનડાઉન (કામગીરી બંધ) કરશે અને સરકાર સામે વિરોધ નોંધાવશે.

કર્મચારી મંડળે સરકારને પડતર માંગણીઓ અંગે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે. સમયસર ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Share This Article