બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના મોટા નટવા તથા લખણપુર ગામમાં વાગ્ધારા સંસ્થા દ્વારા પરંપરાગત ખરીફ બીજ આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરાયું*
*પરંપરાગત દેશી બીજોના ખરીફ પાકોમાં વવાતા દરેક પ્રકારના શાકભાજી,અનાજ,કઠોળ, તેલીબિયાના બીજોનુ પ્રદર્શન અને આદાન પ્રદાન કરવામાં આવ્યું*
સુખસરતા,3
આજરોજ વાગ્ધારા સંસ્થા દ્વારા 3 જુન 2026 ના રોજ સુખસર તાલુકાના મોટાનટવા અને લખનપુર ગામમાં પરંપરાગત ખરીફ બીજ આદાન-પ્રદાન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો,ભાઈઓ અને બાળકોએ ભાગ લીધો હતો.વાગ્ધારા સંસ્થાના પ્રતિનિધિ ગીરીશભાઈ પટેલ દ્વારા ખરીફ પાકોમાં વવાતા દરેક પ્રકારના શાકભાજી અનાજ,કઠોળ,
તેલીબિયાના બીજોનો આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો પોતાના ઘરે જે વધારાનું બીજ હતું તે આ કાર્યક્રમમાં લઈને આવ્યા હતા.અને પ્રદર્શનમાં મૂક્યું હતું.જે ભાઈ અથવા બેનના ઘરે આમાંથી કોઈ બિયારણ ન હતું તે બીજ લઈ ગયા.આ કાર્યક્રમમાં પરંપરાગત દેશી બીજોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં હળદર, આદું ,કારેલા,રીંગણા,મરચા,ટામેટા ,બટાકા,સુરણ,ભીંડા,ગવાર,મકાઈ, બાજરી,જુવાર,અડદ,તલ અને તમામ પ્રકારના શાકભાજીઓના બિયારણનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું.આ બીજોનું એકબીજાના ઘરે જેની પાસે હતું તે લઈને આવ્યા,જેના ઘરમાં ન હતું તે લઈને ગયા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોતાના ઘરે પરંપરાગત જે બિયારણ છે તેનો વધારેમાં વધારે ઉપયોગ અને પ્રચાર કરવાનો છે.બજાર પર જે બીજ ખરીદવા માટે નીર્ભરતા છે તેને ઓછો કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે.સહજ કર્તા યોગેશભાઈ પારગી, છગનભાઈ ડામોર,સુરેખાબેન પારગી, સુમિત્રાબેન ગરાસીયા,તથા આત્માના બ્લોક ફેસિલેટર ધૃવિબેન દ્વારા પણ ગાય આધારિત ખેતીના લાભો જણાવ્યા હતા.પીડીપીયુ ગાંધીનગર કોલેજના વિદ્યાર્થી નિરકુમાર પટેલ દ્વારા પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવામાં મુખ્ય ભાગ ભજવેલ હતો.તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે,આપણા પૂર્વજો જે જુના બિયારણ વાપરતા હતા તેનાથી સ્વાસ્થ ઉપર પડતા નુકસાનથી બચવા માટે જુના અને પરંપરાગત બિયારણનો વધુ પડતો ઉપયોગ કરતા હતા અને નીરોગી રહેતા હતા.જ્યારે આપણે પણ ખરીફ પાકોના બીજનું વાવેતર કરી પરિવારને નીરોગી રાખવા પ્રયત્ન કરવો જોઈએ.
