સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું*…

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું*…

*ઇન્ડિયન રેડ દાહોદ ક્રોસ સોસાયટી દાહોદ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ટીમ ઉપસ્થિત રહી હતી*

સુખસર,તા.23

  તા.24/5/2026 ના રોજ સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા રાજપિતાજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ નિરંકારી મિશનની સામાજિક શાખા દાહોદમાં મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 300 થી વધુ રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ તથા ઝાયડસ હોસ્પિટલની ટીમ ઉપસ્થિત રહી હતી.સાથે સાથે સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં દાહોદ તથા આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી અનેકો નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો.

             દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિ રહી હતી. વોર્ડ નં. 2 ના કાઉન્સિલર શ્રીમતી અંકિતાબેન ભાભોરની ઉપસ્થિતિ રહી હતી.તથા તેમને રક્તદાન કરી સમાજને પણ રક્તદાન કરવાની પ્રેરણા આપી હતી.આ શિબિરનું ઉદ્દઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગડરિયાજીના કર કમલો દ્વારા કરવામાં આવ્યું હતું.તેમણે જણાવ્યું કે,યુગદ્રષ્ટા બાબા હરદેવ સિંહજી મહારાજ દ્વારા વર્ષ 1986 થી શરૂ કરવામાં આવેલી આ પરોપકારની મુહિમ આજે મહા અભિયાનના રૂપમાં પોતાના ચરમોત્કર્ષ પર છે. છેલ્લા લગભગ 4 દાયકાઓમાં આયોજિત 9000 થી વધુ શિબિરોમાં 15,00,000 થી વધુ યુનિટ રક્ત માનવ માત્રના ભલાઈ માટે આપવામાં આવ્યું છે.અને આ સેવાઓ સતત ચાલુ પણ રહેલ છે.નિશ્ચિતપણે લોક કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલું આ અભિયાન નિરંકારી સતગુરુ દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓને દર્શાવતું એક દિવ્ય સંદેશ પ્રસારિત કરી રહ્યું છે, જેનાથી દરેક પ્રાણી પ્રેરણા પ્રાપ્ત કરી પોતાના જીવનને કૃતાર્થ કરી રહ્યો છે.

           અંતમાં દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભુપેન્દ્રભાઈ ગડરિયાજીએ તથા દાહોદ ઝોનના સેવાદલના વડા શ્રીમાન રાજેશભાઈ બચ્ચાની જીએ સમસ્ત આવેલ સાધ સંગત તથા દાહોદ નગરપાલિકા માંથી આવેલ પ્રમુખ, ઉપપ્રમુખ અને ઇન્ડિયન રેડક્રોસ, દાહોદ તથા ઝાયડસ હોસ્પિટલ,દાહોદની ટીમને તથા આવેલ તમામ ડોક્ટરોનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યુ.આ માહિતી દિલીપભાઈ મૂલચદાણી દ્વારા પ્રાપ્ત થયેલ છે.

Share This Article