ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે વાગધારા સંસ્થા દ્વારા આદિવાસી પરંપરાગત જ્ઞાન અને પ્રકૃતિ સંરક્ષણ પર સંવાદ યોજાયો* *જૈવ વિવિધતા,પરંપરાગત ખેતી, સ્વદેશી બીજ,વન સરક્ષણ અને આદિવાસી જીવનશૈલી ઉપર ઉપર ભાર મુકાયો*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે વાગધારા સંસ્થા દ્વારા આદિવાસી પરંપરાગત જ્ઞાન અને પ્રકૃતિ સંરક્ષણ પર સંવાદ યોજાયો*

*જૈવ વિવિધતા,પરંપરાગત ખેતી, સ્વદેશી બીજ,વન સરક્ષણ અને આદિવાસી જીવનશૈલી ઉપર ઉપર ભાર મુકાયો*

 સુખસર,તા.22

આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ 2026 નિમિત્તે, 22 મે, 2026 ના રોજ વાગધરા સસ્થા અને કૃષિ અને આદિવાસી સ્વરાજ સંગઠન -ફતેપુરા ના નેતૃત્વ હેઠળ ઞામ ઢઢેલા માં “આદિવાસી પરંપરાગત જ્ઞાન અને પ્રકૃતિ સંરક્ષણ પર સંવાદ” નામનો એક સમુદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના પરંપરાગત જ્ઞાન,સ્થાનિક સંસાધનો અને સમુદાયના પ્રયાસો દ્વારા જૈવ વિવિધતા સંરક્ષણની જરૂરિયાતને પ્રકાશિત કરવાનો હતો.આ વર્ષની થીમ “આદિવાસી પરંપરાગત અને સ્થાનિક જ્ઞાન દ્વારા વૈશ્વિક જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવામાં આવશે”જ્યારે પેટા થીમ “નવી પેઢી સાથે – બીજ,છોડ,પાણી અને પ્રાણીસૃષ્ટિની વિવિધતાને બચાવવા માટે એક સહિયારી પહેલ” હતી.

             ત્યારબાદ, જૈવવિવિધતા, પરંપરાગત ખેતી, સ્વદેશી બીજ,વન સંરક્ષણ અને આદિવાસી જીવનશૈલી પર એક ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.સંવાદ સત્રમાં,વરિષ્ઠ ગ્રામજનો, મહિલાઓ અને સમુદાયના પ્રતિનિધિઓ એ સદીઓથી આદિવાસી સમુદાયો સ્થાનિક જળ સ્ત્રોતો,જંગલો,ઔષધીય છોડ, પશુધન અને પરંપરાગત બીજનું રક્ષણ કેવી રીતે કરી રહ્યા છે તે અંગે તેમના વિચારો અને અનુભવો શેર કર્યા હતા.તેમણે સમજાવ્યું કે પ્રકૃતિ સંરક્ષણ માત્ર પર્યાવરણીય મુદ્દો નથી પણ સંસ્કૃતિ,આજીવિકા અને ભાવિ પેઢીઓના ભવિષ્યનો પ્રશ્ન પણ છે.

        આ કાર્યક્રમમાં વાગધારા સંસ્થા ના પ્રતિનિધિ શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા સ્થાનિક જૈવવિવિધતા ઓળખ અને પ્રદર્શન કરાવ્યું,સ્વદેશી બીજ, સ્થાનિક ફળો,ઔષધીય વનસ્પતિઓ અને પરંપરાગત ખાદ્ય જાતો પ્રદર્શિત કરવામાં આવી હતી. ગ્રામ સેવક આરતીબેન પારગી દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે,વિશ્વ આબોહવા પરિવર્તન,પાણીની અછત અને જૈવવિવિધતાના નુકસાન જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે. 

ધુળાભાઈ પારગી ઢઢેલા દ્વારા આ સમયે,ગુજરાતના આદિવાસી સમુદાયોની પરંપરાગત જીવનશૈલી અને સ્થાનિક જ્ઞાન વિશ્વને ટકાઉ વિકાસનો માર્ગ બતાવી શકે છે. સ્થાનિક બીજ સંરક્ષણ,સામુદાયિક પાણી વ્યવસ્થાપન, કુદરતી ખેતી, સામૂહિક વન સંરક્ષણ અને પશુધન આધારિત જીવનશૈલી જેવા પગલાં ફક્ત સ્થાનિક જ નહીં પરંતુ વૈશ્વિક પર્યાવરણીય કટોકટીઓને પણ સંબોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

          કાર્યક્રમના સમાપન સમયે ઉપસ્થિત ગામ ઢઢેલા, ભીતોડી, પટીસરા,મોટીબારા,ડુંગરાના પાણી ના સમુદાય,યુવાનો અને સંગઠનના સભ્યોએ જૈવ વિવિધતા સંરક્ષણની પ્રતિજ્ઞા લીધી હતી.દરેક વ્યક્તિએ પાણી,જંગલો,જમીન,બીજ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું સંરક્ષણ કરવાનો અને ભાવિ પેઢીઓ સુધી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ લીધો.

       કૃષિ અને આદિવાસી સ્વરાજ્ય સંગઠને જણાવ્યું હતું કે,ગુજરાત પ્રદેશના આદિવાસી સમુદાયોનું પરંપરાગત જ્ઞાન ફક્ત સ્થાનિક વારસો જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે પ્રેરણારૂપ છે.જો સ્થાનિક સમુદાયોને સંરક્ષણ પ્રક્રિયાના કેન્દ્રમાં મૂકવામાં આવે તો “સ્થાનિક પગલાં દ્વારા શક્ય વૈશ્વિક ઉકેલો” ની વિભાવનાને વ્યવહારમાં પરિવર્તિત કરી શકાય છે.આ કાર્યક્રમ સફળ બનાવવામાં યોગેશભાઈ પારગી, સુરેખાબેન પારગી,છગનભાઈ ડામોર, સુમિત્રાબેન ગરાસીયા એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

Share This Article