*દાહોદમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચતા આરોગ્ય વિભાગ એલર્ટ:મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જનતાને ખાસ અપીલ*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*દાહોદમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચતા આરોગ્ય વિભાગ એલર્ટ:મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જનતાને ખાસ અપીલ*

*ગરમીના કારણે ચક્કર આવવા,માથું ભારે લાગવું,સતત ઉલટી,લો બીપી, પરસેવો કે ગભરામણ જેવા લક્ષણો દેખાય તાત્કાલિક નજીકના દવાખાનામાં સારવાર કરાવવા જણાવાયું*

સુખસર,તા.15

 સમગ્ર રાજ્ય સાથે દાહોદ જિલ્લામાં પણ હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ૪૩ થી ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીના આ આકરા મૂડને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે જિલ્લાના નાગરિકો માટે એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને હીટ વેવથી બચવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળો

ડૉ.ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, જ્યારે તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર જાય છે ત્યારે તે શરીરને કોઈપણ સ્વરૂપે નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં ગરમી ૪૪ ડિગ્રી જેટલી આકરી હોવાથી, જો કોઈ અગત્યનું કામ ન હોય તો બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦ વાગ્યા દરમિયાન બહાર જવાનું કે મુસાફરી કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. ખાસ કરીને ખુલ્લા વાહનો (ટુ-વ્હીલર) પર સીધો ગરમ પવન (લૂ) લાગવાથી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને નાગરિકો હીટ સ્ટ્રોકનો ભોગ બની શકે છે.હીટ વેવથી બચવા માટેના જરૂરી ઉપાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગરમી સામે રક્ષણ મેળવવા માટે નીચે મુજબના ઘરેલું અને સરળ ઉપાયો સૂચવવામાં આવ્યા છે.Hydration (પાણીનું પ્રમાણ): બહાર નીકળતી વખતે ORS (ઓઆરએસ) નું પેકેટ સાથે રાખવું અને તેને ૧ લીટર પાણીમાં ઓગાળીને પીતા રહેવું.ઘરેલું પીણાં: ઓછી ખાંડ અને ઓછા મીઠા વાળું લીંબુ શરબત, મોળી છાશ તેમજ સવારથી બપોર સુધીના સમયમાં નાળિયેર પાણીનું સેવન કરવું હિતાવહ છે.ફળોનો ઉપયોગ: શરીરમાં પાણીની કમી ન થાય તે માટે તરબૂચ અને સક્કરટેટી જેવા પાણીથી ભરપૂર ફળો ખાવાનો આગ્રહ રાખવો.

ખોરાકમાં પરેજી: વધુ પડતો તીખો, તળેલો કે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

પહેરવેશ: ગરમીમાં હંમેશા સફેદ અથવા એકદમ લાઈટ કલરના સુતરાઉ (કોટન) કપડાં પહેરવા. માથા પર સુતરાઉ ટોપી કે રૂમાલ બાંધવો.

બાળકોની સંભાળ:જો નાના બાળકને બાઇક પર આગળ બેસાડીને જવું પડે તેમ હોય, તો તેને સફેદ કલરનો રૂમાલ અથવા સફેદ ટોપી અવશ્ય પહેરાવવી જેથી તેને સીધી લૂ ન લાગે.

લક્ષણો દેખાય તો તાત્કાલિક સંપર્ક કરો.જો ગરમીના કારણે ચક્કર આવવા, માથું ભારે લાગવું, સતત ઉલટી થવી, લો-બીપી (Low BP) થવું, અતિશય પરસેવો થવો કે ગભરામણ જેવા લક્ષણો દેખાય,તો તેને હળવાશથી ન લેવા.આવા કિસ્સામાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કરવો અથવા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) કે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચી જવા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

Share This Article