દે.બારીયા તાલુકાના સેવાનીયા નજીક જંગલમાં અનાજ કરિયાણાનો વેપારી લુંટાયો:ત્રણ બાઈક પર આવેલા 6 જેટલાં બુકાનીધારી લૂંટારુઓએ રોકડ રકમ સહીત હજારો રૂપિયાના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર

Editor Dahod Live
1 Min Read

  મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દે.બારીયા તા.14

દે.બારીયા તાલુકાના ફુલપુરા સેવનીયા ગામેથી ધંધો રોજગાર કરી પરત આવતા વેપારીને ત્રણ બાઈક પર આવેલા 6 જેટલાં સશસ્ત્ર બુકાનીધારી લૂંટારુ ટોળકીએ વેપારીને જંગલ વિસ્તારમાં આંતરી ઢોર માર મારી રોકડ રકમ,મોબાઈલ દાગીનાના સરસામાન ની લૂંટ ચલાવી ફરાર થઇ જતા પંથકમાં ચકચારની સાથે ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર દે. બારીયા નગરના રેટિયાપોળ વિસ્તારનો રહેવાસી અને ફુલપુરા સેવનીયા ગામે અનાજ કરિયાણાની દુકાન ધરાવતા કુતુબુદ્દીન સૈફુદ્દીન કવાંટવાલા નામક વ્હોરા વેપારી આજરોજ સાંજના સુમારે રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરી દુકાનનો વકરો લઇ દે. બારીયા તેઓના ઘરે પરત આવી રહ્યા હતા.તે સમયે જંગલ વિસ્તારમાં તમંચો, ધારિયા જેવા મારક હથિયારો સાથે પહેલેથી જ ઘાત લગાવીને baithela ત્રણ બાઈક પર આવેલા 6 જેટલાં બુકાનીધારી લૂંટારુ ટોળકીએ કુતુબુદ્દીનને રસ્તામાં આતરી તેના પર હુમલો કરી લોહીલુહાણ કરી તેની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ વીંટી મળી હજારો રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ હેમખેમ બાઈક ચલાવી સરકારી દવાખાને આવી સારવાર કરાવી હતી.આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ બનાવ સબંધે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

Share This Article