Friday, 29/03/2024
Dark Mode

દાહોદ:પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જિલ્લા અદાલત દાહોદના અધ્યક્ષ સ્થાને આગામી ૨૬મીના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે ઓનલાઇન લોક અદાલત યોજાશે

દાહોદ:પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જિલ્લા અદાલત દાહોદના અધ્યક્ષ સ્થાને આગામી ૨૬મીના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે ઓનલાઇન લોક અદાલત યોજાશે

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.15

નામદાર રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશથી નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ અને ચેરમેન તેમજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જિલ્લા અદાલત દાહોદના અધ્યક્ષ સ્થાને તથા તાલુકાકક્ષાએ તારીખ ૨૬મીના રોજ જિલ્લા ન્યાયાલય દાહોદ સહિત તમામ અદાલતોમાં ઈ – લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

દાહોદ,દેવગઢ બારીયા,લીમખેડા,ઝાલોદ, ગરબાડા,ધાનપુર,ફતેપુરા અને સંજેલી ખાતે આગામી તારીખ 26.9.2020 શનિવારના રોજ સવારના 10.30 કલાકે ઈ – લોક અદાલત યોજાનાર છે. આ લોક અદાલતમાં દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલતા ક્રિમિનલ compoundable કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 બેંક રિકવરી વળતરના કેસો,વાહન અકસ્માતના રિપોર્ટ વાળા કેસો તથા દરખાસ્તો સહિત કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો, વિજળી તથા લાઈટ બિલ ના કેસો (ચોરી સિવાય ના કેસો)’દીવાની કેસો જેવા કે ભાડુઆત સંબંધીત બેંકના તથા સિવિલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા કેસો, લોક અદાલતમાં મૂકી પક્ષકારોની સંમતિથી ફેસલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પક્ષકારો વકીલોએ covid – 19 ના કારણે અદાલતમાં હાજર રહ્યા વગર વિડિઓ કોન્ફેરેન્સ નો મહત્તમ ઉપયોગ કરવાનું જણાવાયું છે. પક્ષકારોએ આ ઈ – લોક અદાલત દ્વારા વિવાદોનો ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ તથા તાલુકા કાનૂની સેવા સમિતિના ફોન ઉપર સંપર્ક કરવા પણ જણાવાયું છે.

error: Content is protected !!