સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વ–2026 દરમિયાન આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી* 

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વ–2026 દરમિયાન આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી* 

*ફતેપુરા તાલુકાના છાલોર મુખ્ય પ્રાથમિક શાળામાં ચૂંટણી કામગીરી કરતા આસિસ્ટન્ટ ઓફિસરને ચક્કર આવી ગભરામણ થતા ફતેપુરા ખાતે સારવાર કરાઇ*

સુખસર,તા.26

 સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વ–2026 અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સતર્ક અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.

  ફતેપુરા તાલુકાના છાલોર મુખ્ય પ્રાથમિક શાળામાં ચૂંટણી કામગીરી દરમિયાન આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી મુકેશભાઈ રામજીભાઈ ડોડીયાર (ઉંમર 47 વર્ષ) ને અચાનક ચક્કર આવવા તથા ગભરામણ જેવી તકલીફ અનુભવાઈ હતી.ઘટનાની જાણ થતાં જ જઘોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તેમનો તાત્કાલિક ચેકઅપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તેમને વધુ સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ફતેપુરા ખાતે રેફર કરવામાં આવ્યા હતા.

         સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર દ્વારા જરૂરી તપાસ કરી યોગ્ય સારવાર આપવામાં આવી હતી. હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે અને તેઓ સ્વસ્થ અનુભવ કરી રહ્યા છે.આ રીતે આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટણી કામગીરી દરમિયાન તાત્કાલિક પ્રતિસાદ અને યોગ્ય સારવાર દ્વારા માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

Share This Article