દાહોદ જિલ્લામાં સંવેદનશીલ-અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લેતા રેન્જ આઇ.જી. વિધિ ચૌધરી તેમજ જિલ્લા પોલીસઅધિક્ષક રવિરાજસિંહ જાડેજા.!

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં સંવેદનશીલ-અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લેતા રેન્જ આઇ.જી. વિધિ ચૌધરી તેમજ જિલ્લા પોલીસઅધિક્ષક રવિરાજસિંહ જાડેજા.!

દાહોદ તા.૨૬

ગરબાડા મતદાન મથકોની રેન્જ આઇજી વિધિ ચૌધરીએ મુલાકાત કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે રેન્જ આઇજએ મુલાકાત લીધી હતી. રેન્જ આઇજી વિધિ ચૌધરીએ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. રેન્જ આઇજીએ ઝરી બુઝર્ગ સીમલીયા અને ગરબાડા સહિત મતદાન મથકોની મુલાકાત લીધી હતી. સમગ્ર મતદાના મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગરબાડા ની 24 તાલુકા પંચાયત અને પાંચ જિલ્લા પંચાયત નું યોજાઈ રહ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ દાહોદ જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ત્યાં મતદારો તથા ચૂંટણીકર્મીઓ માટે કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. અને જરૂરી સૂચના આપી હતી. મતદારો માટે ઉભી કરવામાં આવનારી સુવિધાની વિગતો મેળવી હતી. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા એ જણાવ્યું કે, પોલીસકર્મીઓ સાથે સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમના દ્વારા ફૂટ માર્ચ, રૂટ માર્ચ, નાઇટ પેટ્રોલીંગ સહિત રાઉન્ડ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. અતિ સંવેદનશીલ મતદાન મથકોએ ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ વિડિયોગ્રાફી સહિતની ચુસ્ત પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે અધિકારીઓ દ્વારા ગામોની મુલાકાત લેવામાં આવી રહી છે. ફૂટ માર્ચ, રૂટ માર્ચ, નાઇટ પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાને હાથમાં લેનાર વિરૂદ્ધ પાસા સહિતના કડક કાયદાકીય પગલા લેવાશે. અગાઉની ચૂંટણીઓમાં પણ તંત્ર દ્વારા આવા કડક પગલા ભરવામાં આવ્યા છે. આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત લોકલ, ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર દિપક ઢોલ, સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article