*સુખસર તાલુકાના બલૈયા ક્રોસિંગ સાઈ નર્સિંગ કોલેજ યોગ તાલીમ વર્ગમાં પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ* 

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકાના બલૈયા ક્રોસિંગ સાઈ નર્સિંગ કોલેજ યોગ તાલીમ વર્ગમાં પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ* 

*તાલીમાર્થી બહેનો સહીત ઉપસ્થિત શ્રોતાઓને પૃથ્વી દિવસ ઉજવણી નિમિત્તે માનવ જીવનને ઉપયોગી બાબતોથી વાકેફ કરાયા* 

સુખસર,તા.23

  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નર્સિંગ કોલેજ બલૈયા ક્રોસિંગ પડલીયા ખાતે યોગ ટ્રેનિંગ ક્લાસ ચાલુ છે.જેમાં મોટી સંખ્યામાં બહેનો યોગ તાલીમ લઈ રહ્યા છે.યોગ ક્લાસમાં પ્રેક્ટીકલ અને થીયરી બંને બાબતો શીખવવામાં આવે છે. જીવલેણ,ભયંકર અને હઠીલા રોગોમાંથી મુક્ત થવા માટે આસન અને પ્રાણાયામ શીખવવામાં આવે છે.તથા ગુસ્સાને કેવી રીતે કંટ્રોલ કરી શકાય?આળસ કેવી રીતે દૂર કરી શકાય?યાદ શક્તિ વધારવા શું કરવું જોઈએ?હંમેશા પોઝીટીવ વિચારો કેવી રીતે લાવી શકાય?શિક્ષણની સાથે સંસ્કારી કેવી રીતે બની શકાય?અને ઘર પરિવારના તમામ સભ્ય સાથે હળીમળીને કેવી રીતે રહી શકાય?નિરોગી અને મસ્ત જીવન જીવવા શું કરવું?આ તમામ બાબતો યોગ ક્લાસમાં શીખવવામાં આવે છે. સાથે પરિવાર,સમાજ,દેશ અને રાષ્ટ્રને ઉપયોગી કેવી રીતે થઈ શકાય?તે માટે વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવે છે .

            જેના ભાગરૂપે 22 એપ્રિલ એટલે કે આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં યોગ કોચ શંકરભાઈ કટારા ની આગેવાની હેઠળ આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો હતો.તેની ઉજવણીનો હેતુ લોકોને પૃથ્વી સંબંધિત પર્યાવરણના પડકારો જેવા કે ક્લાયમેટ ચેન્જ,ગ્લોબલ વોર્મિંગ, દુષણ અને જૈવ વિવિધતા સરક્ષણ બાબતે જાગૃત કરવાનો છે.સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાતા જળ અને વાયુ પ્રદુષણને જોતા કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની પ્રથમ ફરજ છે.જેના માટે 1970 થી આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસની ઊજવણી કરવામાં આવે છે.પૃથ્વી વગર જીવન શક્ય નથી છતાં આપણે જાણે અજાણે ધરતી માતાને ખૂબ જ નુકસાન કરી રહ્યા છે.જેવી બાબતોની સમજ આપી હતી.સાથે આજના દિવસે દરેકે નાની નાની બાબતો માટે સંકલ્પ કર્યો કે,આજથી હું પ્લાસ્ટિકનો ઉપયોગ બને તેટલો ઓછો કરીશ,વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરીશ,ખેતીમાં રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ ઓછો કરીશ. જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા યોગ કોચ ધુળાભાઈ પારગી ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article