બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના મોટીઢઢેલી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું*
*સુખસર તાલુકા સહિત અન્ય તાલુકાના વિવિધ ગામડાઓ માંથી 250 થી 300 યોગ ટ્રેનર તૈયાર કરવાના હેતુથી યોગ શિબિર નું આયોજન કરાયું*
સુખસર,તા.23

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ઉર્જાવાન પ્રેરણા સ્ત્રોત,ચેરમેન યોગ સેવક શિશપાલજીનાં માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મોટી ઢઢેલી ખાતે તારીખ 22/ 4/ 2026 અને તારીખ 23/ 4/ 2026 એમ બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેંદસ્વિતા મુક્ત ગુજરાત દરેક તાલુકામાં યોગ ટીચરો તૈયાર થાય,દરેક ગામડે ગામડે,ઘરે ઘરે યોગ પહોંચે તેમજ લોકો સ્વસ્થ અને નીરોગી રહે તે માટે બે દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 250થી 300 ની સંખ્યામાં મોટી ઢઢેલી,નાની ઢઢેલી, ડબલારા,પટીસરા,ભીતોડી,નાની બારા,લીમડી,મુંડાહેડા,મારગાળા, હિંગલા,જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.આ શિબિરનો મુખ્ય હેતુ સમગ્ર ફતેપુરા તાલુકાના તમામ ગામડાઓમાં યોગ ટીચર ભાઈ બહેનો તૈયાર થાય,તમામ લોકો સ્વસ્થ અને નીરોગી રહે તે માટેનો હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન આદરણીય મહારાજ શ્રી ભુરાભાઈ ચરપોટ,રાકેશભાઈ પારગી,મોટી ઢઢેલી મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય ભલાભાઇ તાવીયાડ,તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખૂબ ઉર્જાવાન ઝોન કો.ઓર્ડીનેટર પિન્કીબેન,દાહોદ જિલ્લા યોગ કો.ઓર્ડીનેટર ધુળાભાઇ પારગી, લીમડી તાલુકા યોગ કોચ કલ્પનાબેન ભાભોર,ફતેપુરા તાલુકા યોગ કોચ શંકરભાઇ કટારા,યોગ ટ્રેનર અશ્વિનભાઇ ચરપોટ તેમજ આજુબાજુના ગામડાઓમાંથી યોગ ટ્રેનર ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
