સુખસર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ રાઠોડ સાથે વીએચપી કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત:ભગવતી ગીતા ભેટ અપાઇ*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ રાઠોડ સાથે વીએચપી કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત:ભગવતી ગીતા ભેટ અપાઇ*

 સુખસર,તા.21

 ‌ સુખસર નગરમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કાર્યકર્તાઓ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.તાજેતરમાં સુખસર પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળનાર પી.આઈ. રાઠોડને કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી તેમની નવી નિમણૂક બદલ અભિનંદન વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદના પ્રતિનિધિઓએ પી.આઈ. રાઠોડને ધાર્મિક ગ્રંથ ‘ભગવદ ગીતા’ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.સાથે જ સમાજમાં શાંતિ,કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને સમાજ વચ્ચે વધુ સારો સમન્વય જળવાઈ રહે તે માટે ચર્ચા પણ કરવામાં આવી હતી.

           પી.આઈ. એમ. એમ. રાઠોડે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,પોલીસ હંમેશા પ્રજાની સેવા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.અને સમાજના તમામ વર્ગો સાથે મળીને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે સતત પ્રયાસશીલ રહેશે.

Share This Article