બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના પાટડીયા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા કૈલાસબેન નો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો*
*પાટડીયા પ્રાથમિક શાળામાં 31/ 10/1989 થી 31/5/2026 દરમ્યાન સતત 28 વર્ષ ફરજ બજાવી હતી*
સુખસર,તા.26

સુખસર તાલુકાના ભોજેલા ગામના એક સંસ્કારી અને શિક્ષણ પ્રેમી પરિવારમાં તારીખ 23/12/ 1967 ના રોજ પિતા મનસુખભાઈ જેઠાભાઈ પટેલ તથા માતા જશોદાબેનના પુત્રી કૈલાસબેન પટેલનો જન્મ થયો હતો.જેઓ માતા-પિતાના સ્નેહ સંસ્કાર અને માર્ગદર્શનથી શિક્ષણ અને સેવા ભાવનાના બીજ વાવવામાં આવ્યા હતા. 
કૈલાશબેન પટેલે વતન ભોજેલા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.અને ત્યારબાદ સુખસર કૃષિ શાળામાં ધોરણ છ થી સાત સુધી અભ્યાસ કર્યો હતો.માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ 1988 માં મહિલા અધ્યાપન મંદિર બાપુનગર અમદાવાદ ખાતે અભ્યાસ પૂર્ણ કરીને શિક્ષણ ક્ષેત્રે સેવા આપવા માટે પોતાને સમર્પિત કર્યા હતા.
ત્યારબાદ તારીખ 16/10/1989 ના રોજ વડોદરા જિલ્લાના પાવીજેતપુર તાલુકાની કાચલા ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે પ્રથમ નિમણૂક થયા હતા.શિક્ષણ પ્રત્યેનો કૈલાસબેનનો ઉમળકો,નિષ્ઠા અને કાર્યપ્રેમ શરૂઆતથી જ સ્પષ્ટ જોવા મળ્યો હતો.તારીખ 1/7/1995 થી તારીખ 30/12/1989 સુધી પંચમહાલ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના બારા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ઉત્તમ સેવા આપી હતી.આ સમયગાળા દરમ્યાન પણ કૈલાશબેનના કાર્યની સુગંધ સમગ્ર વિસ્તારમાં પ્રસરી હતી.તારીખ 31/ 12/1989 થી હાલ સુધીમાં દાહોદ જિલ્લાના સુખસર તાલુકાની પાટડીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈક્ષણિક કાર્ય જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી શાળા અને સમાજ વચ્ચે એક મજબૂત કડી તરીકે કામ કર્યું હતું.કૈલાશબેનનો શાંત સ્વભાવ,સદભાવના,નિયમિતતા શિસ્ત અને જવાબદારી પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યા હતા.સહકર્મીઓ અને વિદ્યાર્થીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહ્યા હતા.કૈલાશ બેને અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રકટાવ્યો હતો.અને તેમને સારા નાગરિક બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
તારીખ 16/10/1989 થી 31/5/ 2026 સુધીના કુલ 37 વર્ષ 7 મહિના 15 દિવસના આ દીર્ઘ કાર્યકાળ દરમ્યાન કૈલાસબેને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું હતું.જે હંમેશા સ્મરણમાં રહેશે.આજરોજ કૈલાસબેનના નિવૃત્તના પાવન અવસર પર શિક્ષકો,વિદ્યાર્થીઓ,ગ્રામજનો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે પાટડીયા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા અવિસ્મરણીય યોગદાન માટે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.અને ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે,કૈલાસબેન આવનારા જીવનમાં સુખ,શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યથી પરિપૂર્ણ રહે અને હંમેશા આનંદિત રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
