રાજેશ વસાવે :- દાહોદ
સિંગવડમાં અનાજની રસીદ માંગતા ડખો,સરકારી દુકાનદારે ગ્રાહકને માર્યો ઢોરમાર:
દારૂના નશામાં ચૂર દુકાનદારે કાર્ડધારક પર હુમલો કરી મારી નાખવાની આપી ધમકી ,પોલીસ અને મામલતદારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
દાહોદ તા.20
સિંગવડ તાલુકામાં ગરીબ આદિવાસીઓના હકનું અનાજ ઓળવી જવાના મસમોટા કૌભાંડ સાથે ગુંડાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીંગવડ-2 ની સરકારી અનાજની દુકાનનો હંગામી ચાર્જ સંભાળતા અને માથાભારે મિજાજ ધરાવતા દુકાનદાર મોહન બળવંત ડાયરાએ પારદરિ્શતા માટે રસીદ માંગનાર એક જાગૃત કાર્ડધારક પર હિંસક હુમલો કરી, બીભત્સ| ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પીડિત યુવકે પુરાવા સાથે રણધીકપુર| પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.!
*ઓછું અનાજ આપી ગરીબોની મજાક ઉડાવતો સંચાલક*
બોરગોટા ગામના વાખળા ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ રાયલાભાઈ વાખળા (APL-1 કાર્ડધારક) ગત| તારીખ ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે સિંગવડ-2 ની સરકારી દુકાને અનાજ લેવા ગયા હતા. આ દુકાનનો વહીવટ ચુંદડી ગામના દુકાનદાર મોહન ડાયરા સંભાળે છે. મહેન્દ્રભાઈએ જ્યારે ફિંગર પ્રિન્ટ આપી ત્યારે દુકાનદારે તેમના રેશનકાર્ડમાં પેનથી માત્ર ૧૦ કિલો અનાજ લખ્યું હતું. જોકે, ગ્રાહકના મોબાઈલમાં સરકાર તરફથી ૨૫ કિલો અનાજ મળવાપાત્ર હોવાનો મેસેજ આવતા મહેન્દ્રભાઈએ આ તફાવત બાબતે સવાલ ઉઠાવ્યો હતો અને સરકાર માન્ય સ્લીપની માંગણી કરી હતી.
*રસીદ માંગતા બબાલ:દુકાનદાર ફરજ છોડી ગુંડાગીર્દી પર ઉતર્યો*
પોતાની ચોરી પકડાઈ જવાની બીકે દારૂના નશામાં ચૂર હોવાનો આરોપ ધરાવતા દુકાનદાર મોહન ડાયરાએ પિત્તો ગુમાવ્યો હતો. તેણે જાહેરમાં ગ્રાહકને ધમકાવતા અને ગાળો આપતા કહ્યું કે, “હું ચોર છું, તારાથી થાય તે કરી લે. સરકારને લૂંટવા જ મેં આ દુકાન લીધી છે. બધા અધિકારીઓ મારા માણસો છે અને હું તેમને કમિશન આપું છું.” આટલેથી ન અટકતા દુકાનદારે જાહેર રસ્તા પર જ મહેન્દ્રભાઈને લાફા ઝીંક્યા હતા અને ખુરશી વડે| હુમલો કરવાની કોશિશ કરી હતી. આ સમગ્ર લજ્જાસ્પદ ઘટનાનું ત્યાં હાજર અન્ય ગ્રાહકોએ મોબાઈલમાં વીડિયો રેકોરિ્ડંગ કરી લીધું છે, જે હવે તપાસનો મુખ્ય પુરાવો બન્યો છે. એટલું જ નહીં સીંગવડ તાલુકામાં રેશનકાર્ડ ધારકોને ફિંગર પિ્રન્ટ મૂક્યા બાદ સરકાર દ્વારા અપાતી અધિકૃત સ્લીપ આપવામાં આવતી નથી. આ સ્લીપમાં અનાજનો જથ્થો અને કિંમતની પારદર્શક માહિતી હોય છે, પરંતુ દુકાનદારો ગરીબોના અનાજને બારોબાર વહેંચી મારવાના આશયથી આ વિગતો છુપાવે છે. મહેન્દ્રભાઈએ માત્ર પોતાનો હક માંગતા આ માથાભારે દુકાનદારે હુમલો કરી દીધો હતો. ભોળા અને ગરીબ આદિવાસી લોકોને ડરાવીને આચરવામાં આવતા આ ભ્રષ્ટાચારમાં અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
*ઇન્ચાર્જ મામલતદાર દુષ્યંત સાલ્વીએ તપાસ અહેવાલ રજૂ કર્યો.*
આ ગંભીર ઘટના બાબતે સિંગવડ મામલતદાર દુષ્યત સાલ્વીનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ ઘટના સંદર્ભે અરજદાર દ્વારા વહીવટી તંત્રને લેખિત અરજી આપવામાં આવી હતી. ફરિયાદની ગંભીરતાને જોતા આજે જ અમારી પુરવઠા શાખાની ટીમ દ્વારા સિંગવડ-2 સરકારી અનાજની દુકાનની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી અને વિગતવાર તપાસ હાથ ધરાઈ છે. આ સમગ્ર તપાસનો અહેવાલ તૈયાર કરી આગળની કડક કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીને મોકલી આપવામાં આવ્યો છે.”
*મારામારીની ઘટના બાદ પોલીસ તપાસનો ધમધમાટ*
બીજી તરફ, જાહેર રસ્તા પર થયેલી મારામારી અને ધમકીના મામલે દિવ્ય ભાસ્કરે રણધીકપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ચૌધરીનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. તેમણે| આ મામલે કાયદેસરની તજવીજ અંગે જણાવ્યું હતું કે, “અમને આ મામલે લેખિત ફરિયાદ મળી છે અને સોશિયલ મીડિયામાં| વાયરલ થયેલો વીડિયો પણ ધ્યાને આવ્યો છે. આ કેસની| પ્રાથમિક તપાસ પીએસઆઈ (PSI) ને સોંપવામાં આવી છે. ફરિયાદી અને સાક્ષીઓના નિવેદન લીધા બાદ તેમજ વીડિયો પુરાવાની ખરાઈ કર્યા પછી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
*લાયસન્સ રદ કરવાની અને પીડિત પરિવારને રક્ષણ આપવાની પ્રબળ માંગ*
માથાભારે દુકાનદાર મોહન ડાયરાના ત્રાસથી હવે કાર્ડધારકોમાં ફફડાટ છે. પીડિત મહેન્દ્રભાઈએ પોલીસને જણાવ્યું છે કે તેમને અને તેમના પરિવારને આ વ્યકિ્તથી જાનનું જોખમ છે, તેથી| તેમને રક્ષણ આપવામાં આવે. સ્થાનિક પ્રજાની માંગ છે કે જે સંચાલક સરકારની છબી ખરડતો હોય અને ગરીબોના મોંમાંથી કોળિયો છીનવતો હોય, તેનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવું જોઈએ. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ભ્રષ્ટ દુકાનદાર સામે લાલ આંખ કરે છે કે પછી ભીનું સંકેલાય છે.
