
રાજેશ વસાવે :- દાહોદ
*મારા ગામની શાળા મુલાકાત:*
અમોએ ગામના આગેવાનો સાથે આજરોજ ગુલતોરા પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી હતી.
દાહોદ તા. ૨૬
મુલાકાત દરમિયાન શાળાના શિક્ષકો સાથે પરામર્શ કર્યો હતો. સરપંચ તરીકે શાળાની જરૂરિયાતો સમજવાનો પ્રયાસ કર્યો હતો. શાળાનું શિક્ષણ કેવી રીતે હજી વધુ સારું બની શકે તે માટે શિક્ષકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
ગામના શિક્ષણ માં હજી વધારે પ્રગતિ થાય તે માટે શાળા, શિક્ષકો, વાલીઓ, ગામલોકો અને વિધ્યાર્થીઓ નો શ્રેષ્ઠ તાલમેલ સાધવા માટે અમે દર મહિને ચોથા શનિવારે ગામના આગેવાનો સાથે મળીને શાળાની મુલાકાત કરતા રહીશું એવું નક્કી કર્યું છે.
આજે અમારા ગામ ના સરપંચ શ્રી સાથે ગામની પ્રાથમિક શાળા તથા હાઈસ્કુલ ની મુલાકાતે(ગામના શિક્ષણ માં યથાસંભવ મદદરૂપ બનવાની ભાવના સાથે) જવાનો મોકો મળ્યો. સરપંચશ્રીએ દર મહિને મુલાકાત કરવાનું નક્કી કર્યું છે તે મહત્વનું લાગ્યું. જો સરપંચ શ્રી આ નિયમિત સાતત્યપૂર્ણ રીતે શાળાની મુલાકાત લેતા રહેશે તો ગામના શિક્ષણ માં હજી વધારે ઝડપથી પ્રગતિ થશે એમ લાગે છે.
શ્રી ઝવેરભાઈ વહોનિયા
સરપંચ. શ્રી હુરજીભાઈ વહોનિયા
ડેપ્યુટી સરપંચ ગુલતોરા ઉત્તર.