બાબુ સોલન્કી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસરમાં કતલખાને જતી ત્રણ ભેંસોને પોલીસે બચાવી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી*
*સુખસર પોલીસે ભેંસ નંગ ત્રણની કિંમત ત્રીસ હજાર તથા પીકઅપ ડાલાની કિંમત રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા 2.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો*
સુખસર,તા.20
પંચમહાલ-મહીસાગર જિલ્લા તરફથી સુખસર,ઝાલોદ સહિત રાજસ્થાન તરફના કતલખાનાઓમાં ઘરડા પશુઓને પહોંચાડવા કેટલાક લોકો સક્રિય છે.અને જેઓ ફતેપુરા, ઝાલોદના નાના રસ્તાઓનો ઉપયોગ કરી પીકઅપ ડાલા જેવા વાહનમાં નિડરતાથી પશુઓને કતલખાના સુધી પહોંચાડી રહ્યા છે.જેમાં ક્યારેક કતલખાનાઓમાં જતા પશુઓથી ભરેલ વાહન ઝડપાય છે.તેમજ મોટા ભાગના કતલખાને જતા પશુઓ સહી સલામત જે-તે જગ્યા ઉપર આસાનીથી પહોંચાડવામાં આવી રહ્યા છે.ત્યારે ગુરૂવારના રોજ સુખસર પોલીસે સંતરામપુર તાલુકાના મોટા શરણૈયા થી સુખસર કતલખાનામાં આવતી ત્રણ ભેસો ઝડપી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ સંતરામપુર તાલુકાના મોટા શરણૈયા થી પીકઅપ ડાલામાં ત્રણ ભેંસો ભરી સુખસરના કતલખાનામાં આવનાર હોવાની સુખસર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુખસર પોલીસે ગુરૂવારના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં સુખસરના આસપુર ચોકડી ઉપર વોચ રાખી ઉભા હતા.તેવા સમયે બાતમી વાળું પીકઅપ ડાલા નંબર જીજે-02-વીવી.8725 આવતા પીકઅપ ડાલાને રોકી ડાલાની અંદર તપાસ કરતા તેમાં કોઈ સક્ષમ અધિકારીના પાસ પરમિટ વગર ઘાસચારો કે પાણીની સગવડ નહીં રાખી ક્રુરતા પૂર્વક ખીચોખીચ ટૂંકા દોરડા વડે બાંધેલી હાલતમા ત્રણ ભેંસો મળી આવી હતી.જે બાબતે પીકઅપ ડાલા ચાલક પાસે પશુ વહન કરવા માટેનું પાસ પરમિટની માંગણી કરતા મળી આવેલ ન હતું.જેથી આ પીકઅપ ડાલા ચાલકની વધુ પૂછપરછ કરતા આ ભેંસો સુખસરના કતલખાનામાં કતલ કરવાના ઇરાદે લાવવામાં આવી હોવાની બાબત પ્રકાશમાં આવી હતી.ઝડપાયેલ ત્રણ ભેંસો પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
કતલખાનામાં ભેંસો ભરી આવનાર પીકઅપ ડાલા ચાલકની પૂછપરછ કરતા તેનું નામ યોગેશભાઈ પ્રવીણભાઈ કટારા રહે.ચીચાણી, આશ્રમ ફળિયા,તા.સંતરામપુર,જી. મહીસાગરનો હોવાનું જણાવેલ.જ્યારે તેની વધુ પૂછપરછ કરતા આ ભેંસો સંતરામપુર તાલુકાના મોટા સરણૈયા ગામના ફારુક સિકંદર મદારી દ્વારા મોકલવામાં આવી હોવાનું અને સુખસર ખાતે કતલખાનું ચલાવતા ઈકબાલ મજીદ સીતા રહે.સુખસર તા.ફતેપુરા,જી.દાહોદના ઓને પહોંચાડવાની હોવાનું પીકઅપ ડાલા ચાલકે બયાન આપ્યું હોવાનું જાણવા મળે છે.કતલખાને જતી પોલીસે ઝડપેલ ત્રણ ભેંસોની કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા પીકઅપ ડાલાની કિંમત રૂપિયા બે લાખ મળી કુલ સુખસર પોલીસે રૂપિયા 2, 30,000 ના મુદ્દામાલ સાથે પીકઅપ ડાલા ચાલક યોગેશ પ્રવીણભાઈ કટારાની ધરપકડ કરી હતી.અને ઉપરોક્ત ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં પ્રાણી ક્રુરતા અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જ્યારે ભેંસો મોકલનાર અને મંગાવનાર હાજર મળી નહીં આવતા પોલીસે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

( પ્રતિનિધિ ). સુખસર,તા.20