
દાહોદમાં મનરેગા કૌભાંડ:એજેન્સીના પ્રોપરાઇટર ના નામ જાહેર થાય તે પહેલા જ ધડાકો..
બંને મંત્રી પુત્રોએ આગોતરા જામીનની સુનાવણીના એક દિવસ પૂર્વે નાટ્યાત્મક રીતે જામીન અરજી વીડ્રો કરતા ખળભળાટ..
દાહોદ તા.12
દાહોદના મનરેગા કૌભાંડમાં દાહોદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જેમાં પ્રથમ દિવસે સુનવણીમાં તપાસ કરનાર ઇન્વેસ્ટિગેશન અધિકારી દ્વારા પોલીસ પેપર જમા કરવામાં ન આવતા આગોતરા જામીન અરજી સંદર્ભે વધુ સુનવણી તારીખ આપવામાં આવી હતી પરંતુ સુનાવણીના એક દિવસ પહેલા જ બંને મંત્રી પુત્રોએ નાટ્યાત્મક રીતે જામીન અરજી વિડ્રો કરતા રાજકીય વર્તુળો સાથે સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તેમજ ધાનપુરમાં ત્રણ ગામોમાં મનરેગા અંતર્ગત 71 કરોડના કામોમાં ગેરરીતિ આચરી કૌભાંડ કર્યું હોવાના સંદર્ભે વચગાળાના અહેવાલના આધારે DRDA નિયામક બી.એમ.પટેલે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુરની 7 મળી 35 જેટલી માલ સપ્લાય કરતી તેમજ બિનપાત્રતા ધરાવતી એજન્સીઓ સામે ગુનો રજીસર કરાવ્યો હતો. જેમા પ્રોપરાઇટર ના નામ જાહેર ન થતા હોબાળો થયો હતો. દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બન્ને પુત્રો બળવંત અને કિરણ ખાબડે દાહોદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવ્યો હતો.હજી પ્રોપરાઇટર ના નામ જાહેર થયા નહોતા. મનરેગાના કામોમાં જે એજન્સીઓ સામે ગુના દાખલ થયા હતા. તે એજન્સી નો કૌભાંડમાં શું રોલ હતો. કેટલા રૂપિયાનો કૌભાંડ આચારવામાં આવ્યો હતો. તે હજી કઈ સ્પષ્ટ થયું નહોતો તે દરમિયાન જ મંત્રી પુત્રોએ આગોતરા જામીન મુકતા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ બેકફૂટ પર આવી ગયા હતા. આ અરજી સંદર્ભે 9 મે ના સુનવણી થવાની હતી. પરંતુ મનરેગા કૌભાંડમાં તપાસ અધિકારી ડીવાયએસપી જગદીશ ભંડારીએ પોલીસ પેપર કોર્ટમાં રજૂ ન કરતા 9 તારીખે સુનવણી થઈ શકી નહોતી અને વધુ સુનવણી માટે 13 મે ના રોજ તારીખ આપવામાં આવી હતી. આજે બંને મંત્રી પુત્રોની આગોતરા જામીન અરજી સુનવણી થવાની હતી. તે પહેલા જ બંને મંત્રી પુત્રોએ આગોતરા જામીન વિડ્રો કરી લેતા અનેક તરેની ચર્ચાઓએ જોર પકડયુ છે. બંને મંત્રી પુત્રોએ જામીન અરજી કેમ વિડ્રો કરી તે અંગે કોર્ટ સંકુલમાં તથા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ઊઠવા પામી છે. ત્યારે હવે મામલે બંને મંત્રી પુત્રો સામે પોલીસ સુ ખુલાસા કરે છે. મને મંત્રી પુત્રો હવે પોલીસ કાર્યવાહીથી બચવા માટે શું કરે છે તે જોવું રહ્યું.