લીમખેડાના જાધાખેરીયામાં થતાં બાળ લગ્ન તંત્રએ દખલગીરી કરી અટકાવ્યા. . સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમની ચુસ્ત કાર્યવાહી, સોશિયલ મીડિયા પરથી મળેલી બાતમી આધારે સ્થળ પર પહોંચી કાર્યવાહી

Editor Dahod Live
2 Min Read

લીમખેડાના જાધાખેરીયામાં થતાં બાળ લગ્ન તંત્રએ દખલગીરી કરી અટકાવ્યા. .

સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમની ચુસ્ત કાર્યવાહી, સોશિયલ મીડિયા પરથી મળેલી બાતમી આધારે સ્થળ પર પહોંચી કાર્યવાહી

દાહોદ તા.03

લીમખેડા તાલુકાના જાધાખેરિયામાં બાળ લગ્ન થતા હોવાની માહિતી જિલ્લા સમાજ સુરક્ષા તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમને થતા તેઓએ તાત્કાલિક લગ્ન સ્થળે પહોંચ્યા હતા.અને બંને પક્ષે સમજાવટ કરી અંતે બાળ લગ્ન થતાં અટકાવ્યા હતા.

 

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંયા આજે પણ આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન કરવાની પ્રથા ખાનગી પણે ચાલી રહી છે. બાળ લગ્નને અટકાવવા માટે વહીવટી તંત્ર અને સરકાર દ્વારા અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં જઈ જાગૃતિ અંગે કેમ્પો,નાટક મંડળીઓ, તેમજ મિટિંગો કરવામાં આવે છે. તેમ છતાં અમુક જગ્યાએ સરકાર અને તંત્રથી છુપાવીને કેટલાક પરિવારો બાળ લગ્ન કરવા લાગે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી આ બદીને ડામવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સોશિયલ મીડિયા નો સદઉપયોગ કરી કેમ્પિંગ ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ એક વ્યક્તિએ લીમખેડા તાલુકાના જાધાખેરીયામાં સગીર બાળકીના લગ્ન થતા હોવાની બાતમી સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમને કરતા તાત્કાલિક જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાંથી એચ.પી.રાઠોડ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ પોલીસને સાથે લઈ જાધાખેરીયામાં પહોચતા દરમિયાન સગીરાની જાન પણ મધ્યપ્રદેશના આઝાદ નગર ભાભરાથી લગ્ન સ્થળે આવી પહોંચી હતી.પરંતુ સમાજ સુરક્ષા તેમજ જિલ્લા બાળ એકમ દ્વારા બંને પક્ષે સમજાવટ કરતા બંને પક્ષ રાજી થયા હતા. અને બાળકીના પિતાનું લેખિતમાં નિવેદન લઈ બાળ લગ્ન મોકૂફ રાખવાની બાહેધરી લઈ બાળ લગ્ન થતાં અટકાવ્યા હતા. જેના પગલે મધ્યપ્રદેશના આઝાદ નગર ભાભરાથી આવેલી જાન વિલા મોઢે પરત ફરી હતી.

Share This Article