રેલવે ઓવરબ્રિજ ખંડેરાવસ્થામાં! કલર કામથી સરકારી નાણાનો વેડફાટ.?” “દાહોદનો બ્રિજ ખતરામાં: CM ના આગમન ટાણે રિપેરિંગના બદલે R&B વિભાગ તૂટેલી રેલિંગો શણગારગામાં વ્યસ્ત..

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

રેલવે ઓવરબ્રિજ ખંડેરાવસ્થામાં! કલર કામથી સરકારી નાણાનો વેડફાટ.?”

દાહોદનો બ્રિજ ખતરામાં: CM ના આગમન ટાણે રિપેરિંગના બદલે R&B વિભાગ તૂટેલી રેલિંગો શણગારગામાં વ્યસ્ત..

દાહોદ તા.03

દાહોદમાં મુખ્યમંત્રીના આગમન ટાણે તંત્ર તૈયારીઓમાં જોતરાયુ છે. ખાસ કરીને સંભવિત માર્ગોને સુશોભિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદના રેલવે ઓવરબ્રિજ પર કલરકામ કરી શણગારવામાં આવી રહ્યું છે. પરંતુ આશરે 50 વર્ષ પહેલા આ બ્રિજ ખંડેર અવસ્થામાં પહોંચ્યું છે. બ્રિજની મોટાભાગની રેલીંગ તૂટી ગઈ છે. અથવા એક બાજુ નમી ગઈ છે. તેમ છતાંય આ બ્રિજનું મેન્ટેન્સ કાર્ય કરવાના બદલે કલરકામ કરી સરકારી નાણાંનો વેડફાટ કરવામાં આવી રહ્યો હોવાનું નરી આંખે દેખાઈ રહ્યું છે. એક તરફ શહેરને વધુ સુંદર બનાવવા સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ વિકાસ કામો ચાલી રહ્યા છે. ત્યારે ખંડેર અવસ્થામાં પહોંચેલો આ બ્રિજ સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન દેખાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે મોરબી હોનારત બાદ રાજ્યના તમામ બ્રિજોના ફિટનેસ ચેક કરવા માટે સરકારે આદેશ આપ્યા હતા. ત્યારે દાહોદના રેલવે ઓવરબ્રિજની ફિટનેસ ચકાસણી કરી હતી કે નહીં.તે તપાસતો વિષય બની જવા પામેલ છે.

*રેલ્વે દ્વારા બનાવવામાં આવેલ સીડી જર્જરિત અવસ્થામાં પહોંચી.*

રેલવે બ્રિજ પરથી રાહદારી મુસાફરોને સ્ટેશન પહોંચવા માટે રેલ્વે લાઈનની બંને તરફ સીડી બનાવવામાં આવી છે. પરંતુ મેન્ટેનન્સ ના અભાવે આ સીડી જર્જરિત બની છે. રાહદારીઓ તેમજ મુસાફરો આ સીડીનો નહીવત ઉપયોગ કરે છે. ખાસ કરીને વૃદ્ધો અને શારીરિક આશકત વ્યક્તિઓ માટે નજર એક બનેલી સીડી કોઈ કામની નથી. જેના લીધે હવે મોટાભાગના મુસાફરો આ સીડી નો ઉપયોગ ટાળી રહ્યા છે. તેમજ પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે લાંબો ફેરો કાપી રહ્યા છે.

*રેલ્વે તરફ ગંદકીના આભાવે ઉંદરોએ પોલાણ કર્યું. મોટી હોનારતની જોવાતી રાહ..*

રેલવે બ્રિજની ડાબી બાજુ રેલ્વેની ખુલ્લી જગ્યા છે. જેમાં લોકો ગંદકી અને અઠવાડા નાખી જાય છે. સાફ-સફાઈ ના અભાવે અહીંયા ઉંદરોનો સામ્રાજય જોવા મળી રહ્યો છે. એક તરફ ઉંદરોનો દર અને બીજી તરફ બ્રિજ પર ઠેક ઠેકાણે ઝાડ ઉગી જતા બ્રિજની બંને તરફની રેલીંગ એક તરફ નમી ગઈ છે. તો કેટલીક જગ્યાએ રેલીગ ગાયબ થઈ જતા ખુલ્લી જગ્યાના લીઘે બ્રિજથી નીચે પડી જવાનો ભય ઉભો થયો છે. પરંતુ આ બાબતોથી અજાણ તંત્ર મોટી હોનારા સર્જાવાની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Share This Article