Monday, 19/05/2025
Dark Mode

ગુજરાત જિલ્લા પંચાયત સ્ટાફ નર્સ કર્મચારી મંડળની સ્થાપના અને પ્રથમ સામાન્ય સભાનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું*

May 3, 2025
        6212
ગુજરાત જિલ્લા પંચાયત સ્ટાફ નર્સ કર્મચારી મંડળની સ્થાપના અને પ્રથમ સામાન્ય સભાનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું*

બાબુ સોલંકી:- સુખસર

*ગુજરાત જિલ્લા પંચાયત સ્ટાફ નર્સ કર્મચારી મંડળની સ્થાપના અને પ્રથમ સામાન્ય સભાનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું*

*ગાંધીનગર સેક્ટર 16 ખાતે 11 મે 2025 ના રોજ 11:00 કલાકે સભાનું આયોજન તાલુકા આરોગ્ય કચેરીની સામે ગાર્ડનમાં રાખવામાં આવ્યું*

સુખસર,તા.3

 ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા પંચાયતોમાં સેવા આપતા સ્ટાફ નર્સોના હિતોનું રક્ષણ અને વ્યવસાયિક વિકાસ માટે ગુજરાત જિલ્લા પંચાયત સ્ટાફ નર્સ કર્મચારી મંડળની સ્થાપના કરવામાં આવનાર છે.આ મંડળ જિલ્લા પંચાયત સ્ટાફ નસોની એકતા અને કલ્યાણ માટે તેમજ તેઓના હાક્કોના રક્ષણ માટે કાર્ય કરશે તેમ જાણવા મળે છે.

        આ મંડળના મુખ્ય ઉદ્દેશો એ છે કે,જિલ્લા પંચાયત સ્ટાફ નર્સોના હિતોની રક્ષા અને નીતિ નિર્માણમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાની તેમજ કાર્ય સ્થળ ઉપર યોગ્ય કામગીરીની શરતો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિત સરકારી અને અન્ય સંસ્થાઓ સાથે સહયોગથી આરોગ્ય સેવામાં સુધારો લાવવા માટેની કામગીરી કરશે.મંડળની પ્રથમ સામાન્ય સભા તારીખ 11 મે 2025 ના રોજ સવારના 11 કલાકે ગાંધીનગર સેક્ટર 16,તાલુકા આરોગ્ય કચેરીની સામે,ગાર્ડનમાં યોજાનાર હોવાનું જાણવા મળે છે.આ સભામાં તમામ જિલ્લાના પંચાયત સ્ટાફ નર્સ પ્રતિનિધિઓ,સ્ટાફ નર્સ કર્મચારી અન્ય મહેમાનો હાજર રહેશે સભામાં મંડળની કાર્યપદ્ધતિ ભવિષ્યની યોજના અને કાર્યકારી સમિતિની રચના અંગે ચર્ચા કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. 

       તેમજ જિલ્લા પંચાયતો દ્વારા નિયુક્ત તમામ સ્ટાફ નર્સો આ યુનિયનના સભ્ય બની શકે છે.પરંતુ કોઈપણ દંડ કે શિસ્ત ભંગ કેસ હેઠળ રહેલા કર્મચારી સભ્ય બની શકશે નહીં.જેમાં મંડળ દ્વારા નક્કી કરવામાં આવે તે સભ્ય પદથી ભરવાની રહેશે. જ્યારે સભ્ય પદ સમાપ્ત કરવાની શરતો પણ આપવામાં આવેલ છે જેમાં કોઈ સભ્ય નિયમિત ફી ન ભરે તો તેનું સભ્યપદ રદ થઈ શકે છે.તેમજ યુનિયન વિરોધી પ્રવૃત્તિઓ કરનાર સભ્યને સર્વે કારોબારી સભ્યોના પ્રસ્તાવ દ્વારા મંડળમાંથી બરતરફ કરી શકાશે.આ મંડળમાં પ્રમુખ,મહામંત્રી, ખજાનચી,કાર્યકારી સમિતિ વગેરેની રચનાઓ કરવામાં આવશે અને જેમાં યુનિયનની જવાબદારી સોંપવામાં આવશે તેમ પણ જાણવા મળે છે. 

     જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ નર્સોના હક્કો અને હિતોનું રક્ષણ કરવું,સરકાર સામે યોગ્ય પગાર અને સુખાકારી યોજનાઓ માટે વકીલાત કરવી, શોષણ અને અન્યાય સામે લડવા માટે એક મજબૂત પ્લેટફોર્મ ઊભું કરવું જેવા યુનિયનના મુખ્ય ઉદ્દેશો રહેશે. જ્યારે દર વર્ષમાં એક વાર agm યોજાશે જેમાં નાણાકીય હિસાબ અને યોજનાઓ રજૂ થશે.જ્યારે કાર્યકારી સમિતિની બેઠક દર બે મહિનામાં એકવાર યોજવામાં આવશે.જ્યારે વિશેષ બેઠકમાં જરૂર પડતું હોય ત્યારે અધ્યક્ષ અથવા મહામંત્રી વિશેષ બેઠક બોલાવી શકવા તેમ જ નાણાકીય વ્યવસ્થાપનમાં યુનિયનની બધી આવક-જાવક બેંક એકાઉન્ટ મારફતે કરવામાં આવશે.યુનીનના દરેક ખર્ચ માટે કાર્યકારી સમિતિની મંજૂરી લેવામાં આવશે.જ્યારે દર વર્ષે સત્તાવાર ઓડિટ કરાવવું ફરજિયાત રહેશે.તેમ જ યુનિયનના તમામ ખર્ચ રજીસ્ટર સાથે નોંધવામાં આવશે. યુનિયન દ્વારા કોઈપણ હડતાલ અથવા વિરોધ કાર્યકર્મોનું આયોજન કરવા 75% સભ્યોની સંમતિ જરૂરી રહેશે. આ નિર્ણય એ.જી.એમ અથવા વિશેષ બેઠકમાં લેવામાં આવશે. ગુજરાત જિલ્લા પંચાયત સ્ટાફ નર્સ કર્મચારી મંડળની સ્થાપના અને પ્રથમ સામાન્ય સભાની વધુ માહિતી માટે શ્રી જગદીશભાઈ જોશી(મોબાઈલ નંબર- 7405810726) નો સંપર્ક કરવા જણાવાયું હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!