જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના વિરોધમાં દાહોદ જિલ્લાનું પીપલોદ સજ્જડ બંધ રહ્યું..

Editor Dahod Live
1 Min Read

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના વિરોધમાં દાહોદ જિલ્લાનું પીપલોદ સજ્જડ બંધ રહ્યું..

દાહોદ તા. ૨૬

જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થોડા દિવસ પહેલા 27 જેટલા પ્રવાસીઓને આંતકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા તેને લઈને પીપલોદ નગર ખાતે તમામ વેપારીઓ દ્વારા પીપલોદ નગરને સ્વયંભુ બંધ રાખવામાં આવ્યો હતો અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો                                             

  જમ્મુ કાશ્મીરના પહેલગામ ઇસ્લામિક કટર પંથી જેહાદી આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિંદુઓ પર હુમલો કરી અને  હુમલામાં શહીદ થયેલા પરિવારના સભ્યો ના સમર્થનમાં અને આતંકવાદના વિરોધમાં પીપલોદના નગરના તમામ રહીશો વેપારી અને નાનામાં નાનો વેપારી શાકભાજી અને લારી પથારા કરીને પોતાનો પરિવારનો ને રોજિંદો ખર્ચ કાઢી જીવન જીવવા વાળા નાના વેપારીઓએ પણ 26 4 2025 ના રોજ સમગ્ર સમાજ ના લોકો દ્વારા એકતા થઈ પોતાનો વિરોધ વ્યક્ત કરી પીપલોદ નું સંપૂર્ણ માર્કેટ બંધ કરી  શાંતિપૂર્વક  વિરોધ વ્યક્ત કર્યો હતો .

Share This Article