
રાજેશ વસાવે :- દાહોદ
*બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો*
દાહોદ તા. ૨૬
આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ બ્લડ ડોનેશન વાન તથા પ્રા આ કે રેંટિયા અને જેકોટ ના સહયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનુ આયોજન કરી ૨૫ થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પની અંદર *છાપરી ગામના સરપંચ શ્રી લતાબેન શૈલેષભાઈ નિનામા દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું તથા ગામના આશા બહેન સપના બેન એસ સંગાડા દ્વારા તથા આરોગ્ય કમૅચારીઓ દ્વારા બ્લડ ડોનેટ કરી ને એક માનવતાનું કાર્ય કર્યું* જેના થકી ગામના નવ જુવાન લોકો બ્લડ ડોનેશન કરવા આગળ આવે અને જરૂરિયાત મંદ લોકોને એનો લાભ મળે તેવા હેતુ થી બ્લડ ડોનેશન કરવામાં આવ્યું દાહોદ જીલ્લો અતિ પછાત અને દુર્ગમ વિસ્તાર તરીકે જાણીતો હોવાથી અહીં ના લોકો બ્લડ ડોનેશન કરવામાં ખુબજ અંધશ્રદ્ધા ધરાવતા હોય છે જેના લીધે આજે ગ્રામ્ય કક્ષાએ કેમ્પ કરીને લોકો ને અંધશ્રદ્ધા થી બહાર કાઢવા માટે જાતે સરપંચશ્રી અને આશા બહેન દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું
અતિ જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી તથા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દ્વારા દાહોદ ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
૧૮ થી ૬૫ વર્ષની તંદુરસ્ત વ્યકતિ દર ૯૦ દિવસના અંતરે રક્તદાન કરી શકે છે. આવો, આપણે સહુ સાથે મળીને રક્તદાનની આપ્રવૃત્તિને વેગવંતી બનાવવા પુરતા પ્રયત્નો કરીએ. રક્તદાન કરી આનંદની લાગણી અનુભવીએ.
યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૫ થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ આશાબહેનો આંગણવાડી ના બહેનો અને ગ્રામ્ય વિસ્તારના ઉત્સાહી રકતદાતાઓની પ્રેરણાદાયી કામગીરી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરડૉ શ્રેયા યુ ઠક્કર અને ડૉ હીરલ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવા આવ્યા.