
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર દયાળુ હનુમાનજી મંદિર ખાતે સંત રવિદાસ ની 648મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી*
*સુખસર ગામમાં રોહિત સમાજ સાથે ગ્રામજનો સહિત સમસ્ત હિંદુ સમાજ સુખસર પ્રખંડ દ્વારા શોભાયાત્રા,મહા આરતી તથા મહાપ્રસાદીનો લાભ મેળવ્યો*
સુખસર,તા.12
દર વર્ષે માધ મહિનાની પૂર્ણિમાના દિવસે સંત રવિદાસજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે.તેવી જ રીતે આજરોજ સુખસર દયાળુ હનુમાનજી મંદિર ખાતે રોહીદાસ સમાજ,તમામ સમાજના ગ્રામજનો સહિત સમસ્ત હિન્દુ સમાજ સુખસર પ્રખંડના કાર્યકર્તાઓ દ્વારા સંત રવિદાસજીની હર્ષોલ્લાસ સાથે બાળકો,ભાઈ-બહેનો સહિત વડીલોએ હાજર રહી સમસ્ત હિન્દુ સમાજ સુખસર પ્રખંડની આગેવાની હેઠળ સુખસર ગામમાં શોભાયાત્રા કાઢી હિન્દુ એકતાના દર્શન કરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અને રવિદાસજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી ઉપસ્થિત લોકોને માહિતગાર કરાયા હતા.
જાણવા મળેલ વિગતો મુજબ આજરોજ માધ મહિનાની પૂર્ણિમાના દિવસે સંત રવિદાસજીની 648મી જન્મ જયંતીની સુખસર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક માન્યતા મુજબ સંત રોહીદાસજીનો જન્મ વિક્રમ સંવત 1433 માં મહાસુદ પૂનમના દિવસે કાશીમાં ચર્મકાર કુળમાં થયો હતો.તેમના પિતા નું નામ રઘુ અને માતાનું નામ ધુરવિનીયા હતું.સંત રોહીદાસજીએ સાધુ સંતોની સંગતિથી પર્યાપ્ત વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.તેમજ પગરખાં બનાવવાનું કામ તેમનો પૈત્તૃક વ્યવસાય હતો.અને આ વ્યવસાય સંત રોહીદાસજીએ પણ સહર્ષ અપનાવ્યો હતો.
સંત રોહીદાસજીને હિન્દુ ધર્મના લોકો જ નહીં પરંતુ શીખ ધર્મને અનુસરતા લોકો પણ ગુરુ રોહીદાસજી પ્રત્યે આદર ધરાવે છે.સંત રોહીદાસજી સાથે જોડાયેલા અનેક પ્રેરક પ્રસંગો પણ પ્રચલિત છે.સંત રોહીદાસજી એક મહાન સંત તેમજ કવિ,સમાજ સુધારક,તત્વજ્ઞાનના વિદ્વાન અને ઈશ્વરના અનુયાયી હતા. તેમજ સંત રોહિતદાસજીને રૈદાસ,
ગુરુ રવિદાસ,રોહીદાસ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.સંત રોહીદાસજીએ ધાર્મિક પ્રકૃતિના દયાળુ અને પરોપકારી વ્યક્તિ હતા.તેમનું જીવન અન્યનું ભલું કરવામાં અને સમાજના માર્ગદર્શન અને કલ્યાણમાં વિતાવ્યું હતું.તેમણે સમાજને નવી દિશા આપી તેઓ ભક્તિમય સંત અને મહાન સમાજ સુધારક હતા.
આજરોજ રવિદાસજીની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સુખસરના દેવચંદભાઈ પરમાર,મગનભાઈ ભૂનેતર,કાળુભાઈ સોલંકી,દિલીપભાઈ પરમાર,કોયાભાઈ ભુનેતર,બાબુભાઈ સોલંકી,સુરેશભાઈ પરમાર, પંકજભાઈ અગ્રવાલ,ગોપાલભાઈ પીઠાયા,ધવલભાઇ રાઠોડ જ્યારે વીરપુરના મુકેશભાઈ શ્રીમાળી, ઝાલોદના ભરતભાઈ શ્રીમાળી, મોટીભુગેડીથી ગણેશભાઈ બામણીયા, નાનજીભાઈ સરસણથી,શાંતિલાલ ફતેપુરાથી,ભુરાભાઈ ચરપોટ તથા સમસુભાઈ પારગી મોટીઢઢેલીથી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.