
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદમાં ધોરણ ૧૦ ની પરીક્ષાના અંતિમ દિવસે એસ. સી. મોદી હાઇસ્કુલ કુવા યુનિટ ૧ માં એક વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો આવતા હોસ્પિટલમાં દાખલ કરાયો*
*નિષ્ઠાવાન પરોપકારી અને સેવાભાવી જિલ્લા શિક્ષણ અધિકારી આપણને મળ્યા છે તે બદલ હું દાહોદ જિલ્લાને નસીબદાર માનું છું-વિદ્યાર્થી*
દાહોદ તા. 11
આજરોજ ધોરણ ૧૦ ની પરીક્ષાના અંતિમ દિવસે એસ. સી. મોદી હાઇસ્કુલ કુવા યુનિટ ૧ માં એક વિદ્યાર્થીને ચાલુ પરીક્ષા દરમ્યાન છેલ્લી ૨૦ મિનીટ બાકી હતી તે દરમ્યાન જ હૃદય રોગનો હુમલો આવ્યો હતો.
પરીક્ષા સમય પૂર્ણ થવામાં 20 મિનિટ બાકી હતી ત્યારે આ ઘટના બની જે ઘટના અંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, એ સાથે ઝોનમાં પણ શ્રી ડાંગી સાહેબને જાણ કરવામાં આવી હતી.
આ સમાચાર મળતાની સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એસ.એલ. દામા તાત્કાલિક પણે દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. એમણે બાળકની ખબર અંતર પૂછી હતી તેમજ મદદની પણ ખાતરી આપી હતી.
વિદ્યાર્થીએ કહ્યું હતું કે, આવા નિષ્ઠાવાન પરોપકારી અને સેવાભાવી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ આપણને મળ્યા છે તે બદલ હું દાહોદ જિલ્લાને નસીબદાર માનું છું.
૦૦૦