
રાજેશ વસાવે :- દાહોદ
ત્રણ સર્વે નંબરોના હુકમ નંબરમાં ક્ષતિ જોવાતા શંકાસ્પદ સર્વે નંબરોમાં સામેલ:NA કેસમાં ફકત બે આરોપીઓએ રેગ્યુલર જામીન..
દાહોદના નકલી NA કેસ: પોલીસે 9 ફરિયાદોમાં 9000 પાનાની જમ્બો ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી..
દાહોદ તા.07
દાહોદના નકલી NA કેસમાં દાહોદ પોલિસે છેલ્લાં દીવસે 24 આરોપીઓ સામે 2600 પાનાની ચાર્જશીટ કોર્ટમા રજુ કરી હતી. આ પહેલા પણ પોલીસે બાકીના આરોપીઓ સામે 6370 પાના મળી નકલી NA પ્રકરણમા નોંધાયેલી તમામ ફરિયાદોમાં 9000 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નકલી NA પ્રકરણ પ્રકાશમાં આવ્યાં બાદ નવ મહિનામા તપાસ બાદ પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓમાં હવે ચાર્જશીટ ફ્રેમ થઈ ગઈ છે. અને બે જમીન દલાલોને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મુક્ત થયાં છે. તે સિવાયના તમામ પકડાયેલાં જમીન દલાલો, મિલકત ધારકો,વચેટિયા,સરકારી બાબુ તેમજ માસ્ટરમાઈન્ડ સહિત 24 લોકો જેલવાસો ભોગવી રહ્યા છે.
દાહોદનું બહુચર્ચિત નકલી NA કેસ જેમા બિન ખેતીના બોગસ હુકમો બનાવી સરકારના પ્રીમિયમ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો.જેમાં તત્કાલીન SDM તેમજ રેવન્યુ ડિપાર્ટમેન્ટની તપાસ બાદ 215 જેટલા બોગસ સર્વે નંબરો સામે આવતા આ મામલે પોલીસે ગંભીરતા દાખવી 9 જેટલી જુદી જુદી ફરિયાદોમાં 94 જેટલા લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો. અને માસ્ટર માઈન્ડ સહિત 24 જેટલાં ઇસમોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. દરમિયાન પ્રીમિયમ ચોરીના કેસમાં પોલીસી નક્કી કરવા માટે સરકારશ્રીમાં હકીકતલક્ષી અહેવાલ મોકલવા માટે રેવન્યું વિભાગની ટીમોએ રીસર્વેની કામગીરી હાથ ધરી શંકાસ્પદ સર્વે નંબરોમાં સ્થળ ઉપરનો અહેવાલ સરકારમાં જમા કરાવ્યો હતો. આ પહેલા SDM ના વડપણ હેઠળ નિયુક્ત કરાયેલી SIT ની ટીમ દ્વારા તપાસ કરતા 11 સર્વે નંબરોમાં સાચા હુકમો મળી આવતા આ સર્વે નંબરોમાં દસ્તાવેજો ઉપરનો પ્રતિબંધ ઉઠાવી દેવામાં આવ્યો હતો. જોકે હવે આ મામલે પોલીસે તપાસ પૂર્ણ કરી TDO ના બોગસ હુકમોમાં 24 ઈસમો સામે 2600 પાનાની જ્યારે SDM,DDO, તેમજ કલેકટરના બોગસ હૂકમોમાં 6370 મળી 9000 પાનાની જમ્બો ચાર્જશીટ કોર્ટમાં જમા કરાવી છે.
*ત્રણ સર્વે નંબરોના હુકમ નંબરમાં ક્ષતિ જોવાતા શંકાસ્પદ સર્વે નંબરોમાં સામેલ.*
શંકાસ્પદ સર્વે નંબરોમાં દાખલ થયેલી ફરિયાદોમાત્રણ સર્વે નંબરો પોલીસ સમક્ષ તપાસમા આવ્યા હતા જેમાં બિનખેતીના હૂકમ મેળવવા અંગે સરકારના નીતિ નિયમ મુજબ કરવાની થતી તમામ પ્રોસેસો જેવી કે, અરજી, ચલણ, અભિપ્રાય, સ્થળ ચકાસણી,નકશા સહિતનાં રીપોર્ટ ચોખ્ખી રીતે કરવામાં આવ્યા હતા. પરંતુ બિનખેતીના હુકમોમાં પાડવામાં આવતા આવક જાવકના નંબરોમાં ક્ષતિ જણાતા આ ત્રણ સર્વે નંબરો પણ શંકાસ્પદ સર્વે નંબરોમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે પોલીસ આ ત્રણ સર્વે નંબરોમાં અલગ રીતે તપાસ કરી સરકારમાં રિપોર્ટ કરશે. અને સરકારમાંથી નક્કી થયા બાદ આ સર્વે નંબરો અંગે કોઈ નિર્ણય લેવાશે.
*નકલી NA પ્રકરણમાં ફકત બે આરોપીઓને રેગ્યુલર જામીન મળ્યાં..*
પોલીસ ચોપડે નોંધાયેલી 9 ફરિયાદો કુલ 94 જેટલા આરોપીઓ સામે નામજોગ ગુના દાખલ થયા છે. જેમાં અત્યાર સુધીમાં ફક્ત બે જમીન દલાલોને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર રેગ્યુલર જામીન મળ્યા છે. જ્યારે બાકીના અન્ય કેટલાંક આરોપીઓના કોઈના હાઇકોર્ટમાં તો કોઈના સુપ્રીમ કોર્ટમાં, તેમજ કોઈએ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.
*NA કેસમાં સામેલ આરોપીઓ માંથી 20 આરોપી મૃત્યુ પામ્યા.*
પોલીસ ચોપડે નામજોગ દાખલ થયેલી ફરીયાદોમાં 20 થી વધુ આરોપીઓના મોત થયા હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. જેમાં મરણ પામેલા આરોપીઓના મરણના દાખલા તેમજ તેમના કુટુંબીજનોના નિવેદનો બાદ જરૂરી રિપોર્ટ પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરવાં માટે પ્રોસેસ હાથ ધરવામાં આવી છે.
*NA કેસનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.*
નકલી NA કેસમાં સંડોવાયેલા આરોપીઓ જામીન મેળવવા છેક સુપ્રીમ કોર્ટે સુઘી પહોંચ્યા છે.જે જેમા માસ્ટર માઈન્ડ શૈશવ પરીખને બે માંથી એક કેસમાં જામીન મળ્યાં છે. આ ઉપરાંત બિલ્ડર કુતબી રાવત અને જશવંત હાંડાની ધરપકડ ઉપર સ્ટે મળતા સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. બીજી તરફ પોલીસે 23 પાનાનું ડેફીટિવિટ સુપ્રિમ કોર્ટમાં રજૂ કર્યું હતું.જેમા પોલીસ તરફે એડિશનલ સેલિસોટર જનરલ એસ.વી રાજુ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. જેમા કુતતી રાવતના વકીલ દ્વારા પોલીસથી એફિડેવીટ સામે અભ્યાસ કરવા માટે 15 દિવસની મુદત માગતા આ કેસમાં 15 દિવસ બાદ વધુ સુનવણી હાથ ધરાશે.
*મોટાભાગના ક્સોમાં શેશવ અને રામુ પંજાબીના નામ ખુલ્યા..*
નકલી એને પ્રકરણમાં નોંધાયેલ તમામ ફરિયાદોમાં તપાસ દરમિયાન મોટાભાગના કેસોમાં જેતે મિલકત ધારકો, વચેટીયાઓ,જમીન દલાલો દ્વારા રામુ પંજાબી, અને શેશવ પરીખ જોડે સંપર્ક કરી તેમના મારફતે NA કરાવ્યા હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં શેશવ પરીખ હાલ જેલમાં બંધ છે. જ્યારે રામુ પંજાબી NA પ્રકરણ સામે આવ્યા બાદથી જ અંડર ગ્રાઉન્ડ થતાં હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે.