Friday, 27/12/2024
Dark Mode

*ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં કથિત ભ્રષ્ટાચારની રજૂઆત બાદ તાલુકા તંત્ર દ્વારા સ્થળ તપાસના મહિનાઓ બાદ પણ અરજદારને રિપોર્ટ માટે ધરમ ધક્કા?!*

November 26, 2024
        884
*ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં કથિત ભ્રષ્ટાચારની રજૂઆત બાદ તાલુકા તંત્ર દ્વારા સ્થળ તપાસના મહિનાઓ બાદ પણ અરજદારને રિપોર્ટ માટે ધરમ ધક્કા?!*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં કથિત ભ્રષ્ટાચારની રજૂઆત બાદ તાલુકા તંત્ર દ્વારા સ્થળ તપાસના મહિનાઓ બાદ પણ અરજદારને રિપોર્ટ માટે ધરમ ધક્કા?!*

*આફવા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત મળતીયા ઓએ 15 માં નાણાપંચના નાણાંથી સ્થળ ઉપર વિકાસ કામો કર્યા વિના બારોબાર નાણા ઉપાડી લાખો રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવા બાબતે ડેપ્યુટી સરપંચ દ્વારા રજૂઆત કરાઈ હતી*

*રજૂઆતના પગલે ફતેપુરા તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા ગ્રામજનોની હાજરીમાં સ્થળ તપાસ દરમ્યાન સ્થળ ઉપર કામગીરી નહીં હોવાનું બહાર આવ્યું હતું*

*અરજદાર ડેપ્યુટી સરપંચને સ્થળ તપાસનો આઠ દિવસમાં રિપોર્ટ આપવાનું આશ્વાસન પરંતુ સવા બે માસનો સમય વીતવા છતાં તાલુકાના જવાબદારો દ્વારા રિપોર્ટ માટે ગલ્લા તલ્લા કેમ?*.

સુખસર,તા.26

 

ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં વર્ષ 2022 થી હાલ સુધીમાં લાખો રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર થયો હોવા બાબતે આફવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆત કરાતા તેની 20 સપ્ટેમ્બર-2024 ના રોજ તાલુકા કક્ષાએથી સ્થળ તપાસ કરાતા નેવુ ટકા કામગીરી નહીં કરી બારોબાર નાણાં ઉપાડી લઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા બાબતે ફતેપુરા તાલુકા વિસ્તરણ અધિકારીની તપાસમાં બહાર આવવા પામ્યું હતું. તેમ છતાં આ તપાસનો સવા બે મહિના બાદ પણ રિપોર્ટ તૈયાર થયેલ નહીં હોવાનું જણાવી તાલુકાના જવાબદારો દ્વારા અરજદારને રિપોર્ટ આજ દિન સુધી નહીં આપી ગલ્લા તલ્લા કરવામાં આવતા હોવાનું જાણવા મળે છે.

           પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ લબાના હરીશભાઈ નરવરસિંહના ઓએ આફવા ગ્રામ પંચાયતમાં 15 માં નાણા પંચની ગ્રાન્ટ ના નાણામાં સરપંચ સહિત તેના મળતીયાઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા બાબતે તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી 9 માર્ચ-2024 ના રોજ વિગતે રજૂઆત કરી હતી.તેમ છતાં ત્રણેક મહિના વીતી જવા છતાં કોઈ તપાસ નહીં કરાતા બીજી વાર 8 મે-2024 ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. અને આ રજૂઆત ની તપાસમાં પણ ઢીલ જણાતા ત્રીજી વાર 8 ઓગસ્ટ-2024 ના રોજ રજૂઆત કરવામાં આવી હતી.આમ રજૂઆત બાદ પાંચ પાંચ મહિનાઓનો સમય વિત્યા પછી ફતેપુરા તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા 20 સપ્ટેમ્બર-2024 ના રોજ સ્થળ તપાસ કરવા માટે આવ્યા હતા.તેવા સમયે ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.અને ગ્રામજનોની હાજરીમાં આફવાના 1 થી 10 વોર્ડમાં તપાસ કરવામાં આવી હતી.જેમાં ગટર,નાળા,શૌચાલય તથા સીસી રસ્તાઓની કામગીરી કરવામાં નહીં આવેલ હોવાનું બહાર આવ્યું હતું. અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળ્યું હતું.જોકે વિસ્તરણ અધિકારી ડામોર હાલ મોબાઈલ કોલ પણ રિસીવ કરી જવાબ આપવાનુ ટાળી રહ્યા હોવાનું જાણવા મળે છે.

         અત્રે ખાસ ઉલ્લેખનિયછે કે 26 જાન્યુઆરી-2022 ના પર્વ નિમિત્તે તાલુકા કક્ષાએથી રૂપિયા પાંચ લાખનો ચેક આફવા ગ્રામ પંચાયતને આપવામાં આવેલ હતો.પરંતુ આ ચેકના નાણાં ક્યાં ગયાં તે બાબતે ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો કે ગ્રામજનો અજાણ હોવાનું જાણવા મળે છે.ત્યારે વર્ષ- 2022 થી હાલ સુધીમાં 15 માં નાણાપંચ તથા અન્ય યોજના ઓના નામે આફવા ગ્રામ પંચાયતમાં ફળવાયેલા નાણા દ્વારા કેવા અને કેટલા વિકાસ કામો થયા છે?તેની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

      આફવા ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયાની ગેરરીતી આચરવામાં આવી હોવા બાબતે મેં તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી ત્રણ ત્રણ વાર રજૂઆત કરી હતી.જેને અનુસંધાને તાલુકા કક્ષાએથી વિસ્તરણ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.અને તેમાં સ્થળ ઉપર કામગીરી જોવા મળી ન હતી.અને મને આઠ દિવસમાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું. પરંતુ સવા બે મહિના પછી પણ રિપોર્ટ નહીં આપી મને ધરમ ધક્કા ખવડાવી તાલુકા તંત્ર કૌભાંડીઓને છાવરવાની કોશિશ કરતા હોવાનો મને એહસાસ થઈ રહ્યો છે.

*(હરીશભાઇ લબાના,આફવા ગ્રામ પંચાયત,ડેપ્યુટી સરપંચ)*

      અમારે અનેક કામગીરી હોય આફવા ગ્રામ પંચાયતનો રિપોર્ટ તૈયાર કરી શક્યા નથી.અને રિપોર્ટ તૈયાર થતા વાર લાગશે.અમો આફવા ગ્રામ પંચાયતનો રિપોર્ટ તૈયાર થતા આપને આપી દઈશું.

*(યોગેશ બારીયા,ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી)*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!