Friday, 27/12/2024
Dark Mode

દાહોદ તાલુકાના કતવારા ઘાટાપીર નજીક રામપુરા રેન્જમાં વીજપોલમાં શોર્ટ સર્કિટથી ઉડેલા તણખલાથી 4 હેક્ટર જમીનમાં દાવાનળ: દોઢ કલાકે આગ ઓલવાઈ..

November 24, 2024
        395
દાહોદ તાલુકાના કતવારા ઘાટાપીર નજીક રામપુરા રેન્જમાં વીજપોલમાં શોર્ટ સર્કિટથી ઉડેલા તણખલાથી 4 હેક્ટર જમીનમાં દાવાનળ: દોઢ કલાકે આગ ઓલવાઈ..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ તાલુકાના કતવારા ઘાટાપીર નજીક રામપુરા રેન્જમાં વીજપોલમાં શોર્ટ સર્કિટથી ઉડેલા તણખલાથી 4 હેક્ટર જમીનમાં દાવાનળ: દોઢ કલાકે આગ ઓલવાઈ..

દાહોદ તા. ૨૪ 

દાહોદ તાલુકાના કતવારા ઘાટાપીર નજીક રામપુરા રેન્જમાં વીજપોલમાં શોર્ટ સર્કિટથી ઉડેલા તણખલાથી 4 હેક્ટર જમીનમાં દાવાનળ: દોઢ કલાકે આગ ઓલવાઈ..

દાહોદ તાલુકાના કતવારા ઘાટાપીર નજીક રામપુરા રેન્જમાં વીજપોલમાં શોર્ટ સર્કિટથી ઉડેલા તણખલા થી ઘાસબ્રીડમાં આગ લાગતા વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. બપોરના સમયે આગ લાગતા વેળાએ પવન ફુકાતા જોતજોતામાં આગે વિકરાલ સ્વરૂપ ધારણ કર્યું હતું.અને ગણતરીની મિનિટોમાં જ ચાર હેક્ટર જમીનમાં આગ ફેલાઈ જતા ફાયર બ્રિગેડ ની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ દોઢ કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવતા શું કોઈએ હાશકારો લીધો હતો.જોકે પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું કહેવાય રહ્યું છે. ખરેખર આગ કયા કારણથી લાગી હતી.જે અંગે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

દાહોદ તાલુકાના કતવારા ઘાટાપીર નજીક રામપુરા રેન્જમાં વીજપોલમાં શોર્ટ સર્કિટથી ઉડેલા તણખલાથી 4 હેક્ટર જમીનમાં દાવાનળ: દોઢ કલાકે આગ ઓલવાઈ..

રામપુરા રેન્જમાં કાળીતળાઈ ઘાટાપીર વિસ્તારમાં અત્યારે વન વિભાગ બી દેખરેખમાં ઘાસ કાપવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન આજરોજ બપોરના સવા બે વાગ્યાના અરસામાં ઘાસ કાપી રહેલા મજૂરોના જણાવ્યા અનુસાર વીજપોલમાં શોર્ટસર્કિટથી ઉડેલા તણખલા ઘાસમાં પડતાં આગ લાગી હતી.

દાહોદ તાલુકાના કતવારા ઘાટાપીર નજીક રામપુરા રેન્જમાં વીજપોલમાં શોર્ટ સર્કિટથી ઉડેલા તણખલાથી 4 હેક્ટર જમીનમાં દાવાનળ: દોઢ કલાકે આગ ઓલવાઈ..

તે સમયે ભારે પવન ફુકાતા. સૂકી ઘાસમાં આગ વધુ વકરી હતી. અને દાવા નળ સર્જાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગ ની ટીમ દોડી આવી હતી અને પાણીના ટેન્કરથી આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરાયા હતા.જોકે રામપુરા રેન્જમાં દૂર દૂર સુધી ઘાસ ઉગેલી હોવાથી આગ વધુ વિકરાલ બને તે પહેલા વન વિભાગે સતર્કતા વાપરી દાહોદ ફાયર બ્રિગેડની ઘટનાની જાણ કરી હતી. થોડીવારમાં ફાયર બ્રિગેડના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. લગભગ દોઢ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવી દીધી હતી. જોકે અત્યાર સુધીમાં અંદાજે ચાર હેક્ટર જમીનમાં આગની જવાળાઓએ ઘાસ બાળી દીધો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ઘાસ કાપવાનું કામ ચાલી રહ્યું છે. જેના લીધે બે હેક્ટર જમીનમાં ઘાસ કાપવાનુ કામ પૂર્ણ થઈ ગયો હતો. જ્યારે બે હેક્ટરમાં ઘાસ કાપવાનુ બાકી હતું. આજરોજ લાગેલી આગમાં અંદાજે બે હેક્ટર જમીનમાં ઘાસ બળી ગયો હોવાનું સામે આવ્યું છે.

———————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!