રાજેશ વસાવે :- દાહોદ
કતવારામાં પાયલોટિંગ દ્વારા વિદેશી દારૂની હેરફેરનો ખુલાસો, પોલીસે બે ફોરવીલર મળી ત્રણ લાખ ઉપરાંતનો જથ્થો ઝડપ્યો..
વિદેશી દારૂના પરિવહનમાં સામેલ 8 લોકો સામે ગુનો નોંધાયો..
દાહોદ તા.૨૪
દાહોદ તાલુકાના કતવારા બજારમાંથી પોલીસે એક બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૩,૨૪,૦૦૦ના પ્રોહીના જથ્થા સાથે બોલેરો ફોર વ્હીલર ગાડીનું પાયલોટીંગ કરી રહેલ અન્ય એક ફોર વ્હીલર ગાડીના ચાલકની અટકાયત કરી પોલીસે બે ફોર વ્હીલર ગાડી મળી કુલ રૂા.૬,૭૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે બોલેરો ફોર વ્હીલર ગાડીના ચાલક અને ક્લીનર સહિત કુલ ૮ ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.
ગત તા.૨૩મી નવેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના કતવારા બજારમાં આગાવાડા રોડ પર પોલીસ નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી ત્યારે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડી તેમજ તેનું પાયલોટી કરી રહેલ અન્ય એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે દુરથી પોલીસને જાેઈ બંન્ને ગાડીઓના ચાલકોએ ભાગવાનો પ્રયાસ કર્યાે હતો. પોલીસે બંન્ને ગાડીઓનો ફિલ્મ ઢબે પીછો કરી જેમાં બોલેરો ફોર વ્હીલર ગાડીનું પાયલોટીંગ કરી રહેલ અન્ય એક ફોર વ્હીલર ગાડીના ચાલક રાકેશભાઈ સોમલાભાઈ ભાભોર (રહે.મધ્યપ્રદેશ) નાને ઝડપી પાડ્યો હતો જ્યારે બોલેરો ફોર વ્હીલર ગાડીના ચાલક તથા ક્લીનર પોતાના કબજાની બોલેરો ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયાં હતાં. પોલીસે બોલેરો ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂનો કુલ રૂા.૩,૨૪,૦૦૦નો પ્રોહી જથ્થો કબજે કરી ઝડપાયેલ ઉપરોક્ત ઈસમને પોલીસે પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં બોલેરો ફોર વ્હીલર ગાડીના ચાલક, તેનો ક્લીનર, લાલુભાઈ ભીમાભાઈ ભાભોર, આકીયાભાઈ પરમાર, જીતુભાઈ રામાભાઈ હઠીલા (તમામ રહે. મધ્યપ્રદેશ) અને પ્રોહી મુદ્દામાલ મંગાવનારની મદદથી એકબીજાના મેળાપીપણામાં આ વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી તેમજ પાયલોટીંગ કરી રહ્યો હોવાની કબુલાત કરતાં આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————–