દાહોદ તાલુકાના જેકોટ ગામે એક ટ્રક અને ક્રુઝર ગાડી વચ્ચે થયેલ માર્ગ અકસ્માતમાં 8 લોકોને ઈજાઓ થતાં તેઓને 108 મારફતે સારવાર માટે મોકલ્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના જેકોટ ગામે મધરાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં પુરઝડપે આવી રહેલા ટ્રકે ટ મુસાફરો ભરેલી ક્રુઝરને પાછળથી જોશભેર ટક્કર મારતા ક્રુઝર ગાડીમાં મુસાફરી કરી રહેલા 8 જેટલાં લોકોને ઈજાઓ થતાં તેઓને ઇમરજન્સી 108 મારફતે અર્બન બેંક હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા જ્યારે ઉપરોક્ત બનાવની જાણ દાહોદ તાલુકા પોલિસને થતાં પોલિસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાની પ્રાથમિક માહિતીઓ મળવા પામેલ છે.