લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ વેબ કાસ્ટીંગ દ્વારા દાહોદ જિલ્લામાં મતદાન મથકો પર લાઈવ વોચ મોનિટરિંગ રૂમમાં વેબ કાસ્ટિંગ થકી કરાયેલું મતદાન પ્રક્રિયાનું સાતત્યપૂર્ણ નિરીક્ષણ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

વેબ કાસ્ટીંગ દ્વારા દાહોદ જિલ્લામાં મતદાન મથકો પર લાઈવ વોચ

મોનિટરિંગ રૂમમાં વેબ કાસ્ટિંગ થકી કરાયેલું મતદાન પ્રક્રિયાનું સાતત્યપૂર્ણ નિરીક્ષણ

દાહોદ તા. ૭

લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પર બાજ નજર રાખવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના નેતૃત્વમાં ખાસ મોનીટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના દ્વારા જિલ્લાના મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ થકી સાતત્યપૂર્ણ નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. 

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની સૂચના મુજબ લાઈવ વેબ કાસ્ટિંગ થકી મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ પ્રશ્ન જણાય તો સંબંધિત વિસ્તારના એ.આર.ઓ.નું તરત ધ્યાન દોરવામાં આવે છે અને તેના દ્વારા પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવામાં આવે છે. 

 

અહીંના સ્ટાફ દ્વારા વેબ કાસ્ટિંગ થકી લાઈવ વોચ રાખવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરી સુચારુ રીતે થઈ શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી છે. 

અગાઉથી જ વેબ કાસ્ટિંગ માટેના પોલિંગ બૂથોનું સંપૂર્ણ સેટ અપ થઈ ગયાનું લાઈવ નિરિક્ષણ કરાયું હતું. મતદાનના દિવસે સવારથી જ મોકપોલથી શરૂ કરીને મતદાનની કામગીરીનું લાઈવ નિરીક્ષણ કરાઈ રહ્યું છે. આજે મતદાન પછી પણ પોલિંગ બૂથો પરથી ઈ.વી.એમ. સહિતની સામગ્રી તેમજ તમામ સ્ટાફ બૂથ ખાલી કરીને રવાના ન થાય ત્યાં સુધી લાઈવ વોચ રખાશે. તમામ બૂથ પરથી સ્ટાફ રવાના થઈ ગયાની અને બૂથ ખાલી થયાની ખાતરી થયા પછી જ અહીં લાઈવ નિરીક્ષણની કામગીરી સંપન્ન થશે.

૦૦૦

Share This Article