Thursday, 26/12/2024
Dark Mode

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પા પા ‎પગલી પ્રોજેક્ટ અંતર્ગત તા. ૨ માર્ચના રોજ કાર્યક્રમ યોજાશે

March 1, 2024
        412
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પા પા ‎પગલી પ્રોજેક્ટ અંતર્ગત તા. ૨ માર્ચના રોજ કાર્યક્રમ યોજાશે

રાજેશ વસાવે :- દાહોદ 

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પા પા ‎પગલી પ્રોજેક્ટ અંતર્ગત તા. ૨ માર્ચના રોજ કાર્યક્રમ યોજાશે

દાહોદ :- તા. ૧

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘ પા પા ‎પગલી ‘ પ્રોજેક્ટ અંતર્ગત ૩ થી ૬ શિક્ષણની વાત, વાલીઓ‬‎ સાથે સંવાદોત્સવ સહિત ભૂલકા મેળાના કાર્યક્રમનું આયોજન તા : ૦૨-૦૩-૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે દાહોદ ટોપી હોલ ખાતે રાખવામાં આવેલ છે.આ પ્રસંગે કાર્યક્રમમાં બાળકોના પોષણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ સહીત વાલીઓની જવાબદારીઓ અંગે વાલીઓ સાથે સંવાદ કરવામાં આવશે. આ સાથે સાથે આંગણવાડીના ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

        આ કાર્યક્રમમાં ૬૦ થી વધારે ટીચિંગ લર્નિંગ મટીરીયલ્સ TLM રજૂ કરવામાં આવશે. આ TLM (ટીચિંગ લર્નિંગ મટીરીયલ) દૈનિક વપરાશની ચીજ વસ્તુઓ જે સરળતાથી ઉપલબ્ધ હોય તેમાંથી ઓછા ભાવે બનાવવામાં આવેલ છે. જે સામાન્ય વાલી પણ બનાવી બાળકને શીખવી શકે છે તેવા હોય છે. જેના ઉપયોગથી બાળકોનો માનસિક, શારિરિક, બૌદ્ધિક, ભાષાકીય, સામાજિક, ભાવનાત્મક, સર્જનાત્મક વિકાસ થાય છે.

     આ TLM માં આંગણવાડીના અભ્યાસક્રમની ૧૭ અલગ અલગ થીમ આધારિત બનાવવામાં આવેલ છે. આ TLM આંગણવાડી કાર્યકર, PSE અને મુખ્ય સેવિકાઓ દ્વારા બનાવવામાં આવેલ છે. જેનું પ્રદર્શન કરવામાં આવશે અને તેનું તજજ્ઞ દ્વારા નિદર્શન કરી તેમાંથી જે સૌથી ઉત્કૃષ્ટ TLMને સારી કામગીરી બદલ સમ્માનિત કરી ઝોનલ લેવલની પ્રતિયોગીતા માટે નામ નોમીનેટ કરવામાં આવશે. તદુપરાંત “શિક્ષણની વાત,વાલીઓ‬‎ સાથે સંવાદોત્સવ” થીમ અંતર્ગત વિષયના તજજ્ઞો દ્વારા વાલીઓ સાથે વાર્તાલાપ કરી બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવામાં આવશે.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!