ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ગુરુ ગોવિંદની જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ગુરુ ગોવિંદની જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ

સુખસર,તા.૨૦

 ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં આદિવાસી સમાજના સમાજ ગુરુ,શુભચિંતક અને રાષ્ટ્રનેતા એવા ગુરુ ગોવિંદ કે જેઓની જન્મભૂમિ ભલે રાજસ્થાન હોય પણ કર્મભૂમિ ગુજરાત બનાવવી હોય એમાં આદિવાસી પૂર્વ પટ્ટીમાં તેઓની દશા અને સ્થિતિ જોઈ તેઓ ત્યાં સ્થાયી થયા.અને સમાજને જાગૃત કર્યા.લોકોને ભક્તિના માર્ગે વાળ્યા,ભક્તિ અને ભણતરનુ સૂત્ર આપ્યું.લોકોને હંમેશા સાચું બોલવું, સ્વચ્છતા રાખવી,નીતિ રાખવી,વ્યસનથી દૂર રહેવું,માસ મદીરા થી દૂર રહેવું,બેન બેટીનું બુરૂ કરવું નહીં જેવા ૧૧ નિયમો આપીને આદિવાસી સમાજને જાગૃત કરનાર ગુરુ ગોવિંદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.શિક્ષણ કાર્યને અસર ન થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું.સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગામમાંથી વડીલો અને યુવાનો તથા બાળકો હાજર રહ્યા હતા.શિક્ષણ વિદ

અને આચાર્ય દ્વારા ગુરુના કાર્ય, તેમનામાં રહેલા ગુણોની માહિતી આપી ત્યારબાદ વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.તેમાં જયલબેન કટારાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.ત્યારબાદ નિબંધ લેખન,ચિત્ર સ્પર્ધા અને ટેસ્ટ યોજવામાં આવ્યો હતો.ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.તથા ગામમાંથી ઉપસ્થિત રઘુભાઈ તથા દિનેશભાઈએ પ્રથમ નંબર મેળવનાર બાળકને રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Share This Article