
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા આઝાદ ચોકડી નજીક બોલેરો જીપ ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં બોલેરો ડિવાઇડર પર ચડી
સદનસીબે જાન હા નીકળી ડ્રાઇવર ફોન પર વાતો કરતો હોવાની ચર્ચા જોર પકડ્યુ
ગરબાડા તા . 19
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર વાહન ચાલકોની ગફલત અને બેદરકારીના લીધે અવારનવાર અકસ્માતો સર્જવાની ઘટનાઓ બનતી હોય છે આજે તારીખ 19 ના રોજ વધુ એક ઘટના બની હતી જેમાં મધ્યપ્રદેશ થી દાહોદ જઈ રહેલ બોલેરો ગાડીનાં ચાલકે ગરબાડા આઝાદ ચોકડી નજીક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો ગાડી રોડની વચ્ચે બનાવેલ ડિવાઈડર પર ચડી ગઈ હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી બોલેરો ગાડી ડિવાઈડર પર ચડી જવાની જાણ ગરબાડા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી બોલેરો ગાડીનો ચાલક ફોન ઉપર વાત કરતા જઈને ડ્રાઇવિંગ કરતો હોવાના કારણે ઘટના બની હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી હતી