રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં 130 લોકરક્ષક જવાનોની તાલીમ પૂર્ણ થતાં પાસીંગ આઉટ પરેડ યોજાઇ..
ગોધરા રેન્જના ડીઆઇજીએ સલામી લીધી :
દાહોદના 80, ગોધરાના 26 અને મહિસાગરના 24 જવાનો વિધિવત પોલીસ ખાતામાં જોડાયા
દાહોદ તા. ૧૮
દાહોદ શહેરમાં પોલીસ હેડ ક્વાટર દાહોદ ખાતે ચાલુ વર્ષ દરમિયાન પોલીસ બેડામાં ભરતી થયેલા કુલ 130 લોકરક્ષક જવાનોની પાયાની તાલીમ સોમવારે પૂર્ણ થઇ હતી.
જેમાં દાહોદ જિલ્લાના 80 જવાનો, ગોધરાના 26 જવાનો તથા મહિસાગર જિલ્લાના 24 જવાનોએ તેઓની તાલીમ પૂર્ણ કરી સોમવારે
વિધિવત રીતે પોલીસ ખાતામાં જોડાયા હતાં. આ લોકરક્ષક જવાનોની પાસીંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ જવાનોની પાસિંગ આઉટ
પરેડમાં ગોધરા રેન્જના ડીઆઇજી આર.વી અસારીએ સલામી લીધી હતી. આર.વી અસારીએ આ અવસરે પ્રાસંગિક પ્રવચન કરી લોકરક્ષક જવાનો માર્ગદર્શન
પુરૂ પાડ્યુ હતું.
પાસિંગ આઉટ પરેડ દરમિયાન દાહોદ જિલ્લાના એસપી રાજદીપસિંહ તથા જિલ્લાના અધિકારીઓ ઉપરાંત લોક રક્ષક દળના કુટુંબીજનોની
મોટી હાજરી આપી હતી.