રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ભારતીય જનતા પાર્ટીના મંડળ પ્રમુખ તરીકે પ્રજીતસિંહ રાઠોડ ફરીથી રીપીટ થયા..
ગરબાડા તા. ૨૪
ગરબાડા ભારતીય જનતા પાર્ટી મંડળના પ્રમુખની ટર્મ પૂરી થતાં દાહોદ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ગરબાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના 8 જેટલા કાર્યકર્તાઓ દ્વારા મંડળ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી હતી ત્યારે આજે ગરબાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડને ફરીવાર રીપીટ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પાર્ટી પ્રમુખ માટે આઠ જેટલા કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી. પરંતુ મહુડી મંડળ દ્વારા ફરીવાર પ્રજિતસિંહ અજીતસિંહ રાઠોડ ઉપર વિશ્વાસ મૂકીને તેઓની ઉપર પાર્ટી પ્રમુખનો કળશ ઢોળવામાં આવ્યો છે. પ્રજીતસિંહનાં ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકાળની વાત કરીએ તો તેઓ 2022 વિધાનસભાના ઇલેક્શનમાં સંયોજક તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે અને કોંગ્રેસના ઘરમાં ગાભડું પાડીને ભાજપનાં ધારાસભ્ય કમલમ ખાતે મોકલ્યા છે. તેમજ ગરબાડા તાલુકામાં પટેલિયા સમાજ સહિત સર્વે સમાજના લોકોને સાથે રાખીને તેઓ ગરબાડા તાલુકામાં એક કુશળ નેતૃત્વ ધરાવે છે તેઓના અભ્યાસની વાત કરીએ તો તેઓએ એમ.એસ.સી બી.એડ કરેલું છે અને તેઓને શૈક્ષણિક તેમજ રાજકીય કારકિર્દીની વાત કરીએ તો ગુજકો માસલમાં દાહોદ જિલ્લાના ડિરેક્ટર પંચમહાલ બેંકમાં દાહોદ જિલ્લાના ડિરેક્ટર અને ગરબાડા ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર તેમજ માધ્યમિક કેળવણી મંડળ ગરબાડા ના પ્રમુખ તરીકે તેઓ સેવાઓ આપી રહ્યા છે. ઉલ્લેખ ને છે કે પ્રજીતસિંહ અજીતસિંહ ને દાહોદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા 2023માં રાજસ્થાન ખાતે જેતારણ વિધાનસભામાં જવાબદારી આપી છે તેમજ 2020 અને 21 ના તાલુકા પંચાયતના બાય ઇલેક્શનમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ લીડ થી તેઓ વિજેતા બન્યા હતા. આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એક વાર ફરીથી પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ ને રીપીટ કરાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ સાથે ખુશી જોવા મળી હતી.